Gujarat Assembly Election : ભાજપના શૈલેષ સોટ્ટાએ વિરોધીઓને લલકાર્યા, ચાર કૂતરા સિંહને ઘેરી લે તો પણ શિકાર ન કરી શકે
Gujarat Chutni 2022 : શૈલેષ મહેતાએ ચૂંટણી પ્રચારમાં વિરાધીઓ માટે કહ્યું, શિકાર કરવાનો સમય અમારો આવવાનો છે
Trending Photos
Gujarat Assembly Election ચિરાગ જોષી/ડભોઈ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ ગયું છે, પરંતુ બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ત્યારે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતની બીજા તબક્કાની ચૂંટણી બાકી છે. ત્યારે આ ઉમેદવારો હજી પણ પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે વડોદરામાં ધારાસભ્ય શૈલેષ મહેતા ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધીઓ પર વરસ્યા હતા. શૈલેષ મહેતાએ કહ્યું કે, શિકાર કરવાનો સમય હવે અમારો આવવાનો છે. ચાર કૂતરા સિંહને ઘેરી લે તો શિકાર ન કરી શકે. શૈલેષ સોટ્ટા કોઈથી ગભરાયો નથી અને ગભરાવાની નથી.
વડોદરા પાસે ભાયલી ગામે જાહેરસભામાં ભાજપના ઉમેદવારે સ્ટેજ પરથી વિરોધીઓને લલકાર્યા હતા. ખોટી ખોટી વાતો કરનારા લોકોને શૈલેષ મહેતાએ સલાહ આપી હતી. ડભોઇના ભાજપના ઉમેદવાર શૈલેષ સોટ્ટાએ સંબોધનમાં કહ્યું કે, કોઈએ હવા ચલાવી હતી કે હું બહારનો છું, કોઈએ કહ્યું કે હું અમુક કોમને ત્યાં ઘૂંટણિયે પડવા ગયો હતો. જેને તકલીફ હતી તે ભાજપ છોડીને ચાલ્યા ગયા છે. ભાયલીના સરપંચને ટિકિટ ન મળતાં આપમાં ગયા અને હવે કોંગ્રેસના ટેન્ટમાં જઈને બેસે છે. ભાયલીમાં એમની કોઈ ઉપજ છે? હું જાહેરમાં કહું છું તેમને કે આપણે આપણી હેસિયતમાં રહેવું જોઈએ. શૈલેષ સોટ્ટા કોઈથી ગભરાયો નથી અને ગભરાતો નથી. ચાર જંગલી કૂતરા સિંહનો શિકાર ન કરી શકે. શિકાર કરવાનો હવે અમારો સમય આવશે. હું લવ જેહાદના કાયદા માટે પણ એકલો લડ્યો હતો.
વિરોધીઓ પર શૈલેષ સોટ્ટાના આ લલકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરે યોજાશે. ત્યારે ગુરુવારે પણ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ 3 બેઠક માટે સભાને સંબોધી હતી. જેમાં તેમણે ભાયલી બેઠક પર ચૂંટણી પ્રચાર કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે