અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત અને સેવાભાવી સંસ્થાઓ સતત ખડેપગે

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોનાના પોઝિટિવ કેસ મુદ્દે અમદાવાદ સૌથી મોખરે છે. આજે વધારે ત્રણ કેસ સામે આવતા રાજ્યમાં કોરોનાના કુલ 58 દર્દીઓ થઇ ચુક્યા છે. સમગ્ર દેશમાં સેવાભાવી લોકો આગળ આવીને જરૂરિયાતમંદ નાગરિકોની સેવા માટે આગળ આવી રહ્યા છે. ગુજરાતમાં પણ અનેક લોકો સતત મદદ માટે આગળ આવી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્ર પણ પુરતી વ્યવસ્થા કરી રહ્યું છે. 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત અને સેવાભાવી સંસ્થાઓ સતત ખડેપગે

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોનાના પોઝિટિવ કેસ મુદ્દે અમદાવાદ સૌથી મોખરે છે. આજે વધારે ત્રણ કેસ સામે આવતા રાજ્યમાં કોરોનાના કુલ 58 દર્દીઓ થઇ ચુક્યા છે. સમગ્ર દેશમાં સેવાભાવી લોકો આગળ આવીને જરૂરિયાતમંદ નાગરિકોની સેવા માટે આગળ આવી રહ્યા છે. ગુજરાતમાં પણ અનેક લોકો સતત મદદ માટે આગળ આવી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્ર પણ પુરતી વ્યવસ્થા કરી રહ્યું છે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા હેલ્પ લાઇન ખોલવામાં આવી હતી. આ હેલ્પ લાઇન દ્વારા નોંધણી કરાવનારા 1000 વધારે જરૂરિયાતમંદ લોકોને હેલ્પલાઇન દ્વારા ભોજન પુરૂ પાડવામાં આવ્યું હતું. આ તમામ ફૂડ પેકેટ્સ ઇન્ડેકટોથમ કંપની ખાતેના રસોડામાં તૈયાર કરવામાં આવ્યા હતા. જે સંપુર્ણ આરોગ્યપ્રદ વાતાવરણમાં તૈયાર કરવામાં આવ્યા હતા. શહેરનાં વૃદ્ધો સુધી આ સુવિધા પહોંચાડવાની વ્યવસ્થા જૈન યુવક મંડળ દ્વારા કરવામાં આવી હતી. 

આ જ કડીમાં અમદાવાદમાં પૂર્વ ટ્રાફિક પોલીસ જવાનો દ્વારા જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેઓએ અલગ અલગ સંસ્થાઓને મદદની પણ તૈયારી દર્શાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝી 24 કલાક દ્વારા પણ તમામ પ્રકારની મદદ માટેની પહેલ કરવામાં આવી રહી છે. બહારના રાજ્યોમાંથી આવેલા નાગરિકોને રાજ્ય છોડીને નહી જવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news