ટ્રેન ટિકીટ જ નહીં પ્લેટફોર્મ ટિકીટ પણ થશે મોંઘી, 100થી વધુ સ્ટેશનો પર યૂઝર્સ ચાર્જ લગાવવાની તૈયારી
કોરોના કાળમાં છેલ્લા સાત મહિનાથી રેલવેનું પરિચાલન સંપૂર્ણ રીતે ઠપ્પ છે. હાલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, પરંતુ સામાન્ય ટ્રેન સેવા બંધ છે. તેનાથી રેલવેની આવકમાં મોટો ફટકો પડ્યો છે. હવે રેલવે પોતાની આવક વધારવા માટે નવી-નવી રીત પર વિચાર કરી રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ રેવલે હવે પ્લેટફોમ ટિકીટના ભાવ વધારીને આવક વધારવાની તૈયારી કરી રહ્યું છે. રેલવે દેશના પસંદગીના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકીટના ભાવ ડબલ કરવા પર વિચાર કરી રહ્યું છે. હાલ ટિકીટના ભાવ 10 રૂપિયા છે જેને વધારીને 20 રૂપિયા કરી દેવામાં આવશે. આ સિવાય યૂઝર્સ ડેવલોપમેન્ટ ફી એટલે કે UDF સ્કીમને પણ લાગૂ કરવાની તૈયારી છે. એક મીડિયા રિપોર્ટસ પ્રમાણે 121 સ્ટેશનો પર નવેમ્બર મહિનામાં યૂડીએફ લાગૂ કરી શકાય છે. તેવામાં આ સ્ટેશનો માટે ટિકીટના ભાવ વધી જશે.
ખાનગી કંપનીઓના હાથમાં ઓપરેશનલ કામ
રેલવે ખાનગી કંપનીઓની મદદથી ખુબ ઝડપથી રી-ડેવલોપમેન્ટનું કામ કરી રહી છે. ઘણા એવા સ્ટેશન છે જે ખાનગી કંપનીઓની મદદથી નવી રીતે તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ત્યાંની સાફ-સફાઈ, રિનોવેશન, સુદંરતા, જાળવણી, વિકાસનું કામ ખાનગી કંપનીઓ કરી રહી છે. બિડિંગ ડોક્યૂમેન્ટમાં યૂઝર્સ ફી મહત્વપૂર્ણ પાસુ છે.
પ્લેટફોર્મ ટિકીટ 10થી 20 રૂપિયા
વર્તમાનમાં પ્લેટફોર્મ ટિકીટ 10 રૂપિયા છે, જેને 20 રૂપિયા કરી દેવામાં આવશે. ઘણા સ્ટેશન ખાનગી કંપનીઓની સાથે કરારની અલગ-અલગ સ્થિતિઓ છે. નાગરુર, નેલ્લોર, પુડુચેરી, દેહરાદૂન, ગ્વાલિયર સ્ટેશન એવા છે, જ્યાં યૂઝર્સ ફીને પ્રસ્તાવમાં સામેલ કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ સ્ટેશનો માટે ટ્રેન ટિકીટનું ભાડુ વધારવામાં આવશે.
સિનિયર સિટિઝન FD પર આ 4 બેંક આપી રહી છે શાનદાર રિટર્ન, ફટાફટ ચેક કરો
50 હજાર કરોડનું મોટુ રોકાણ
સ્ટેશન રી-ડેવલોપમેન્ટના કામમાં ખાનગી કંપનીઓ આવનારા દિવસોમાં 50 હજાર કરોડનું મોટુ રોકાણ કરશે. રેલવે યૂઝર્સ ફીને લઈને સ્કીમ પર આગળ વધવા ઈચ્છે છે. તેનાથી રોકાણને આકર્ષિત કરવું સરળ થશે. યૂઝર્સ ફીને લઈને તેને કેબિનેટની મંજૂરી જોશે. આ ફી 10 રૂપિયાથી 35 રૂપિયા સુધી હોઈ શકે છે. શરૂઆતમાં તેને 121 સ્ટેશનો પર લાગૂ કરવામાં આવશે અને ધીમે-ધીમે અલગ-અલગ તબક્કામાં બીજા સ્ટેશનો પર લાગૂ કરવામાં આવશે.
યૂઝર્સ ચાર્જ ન લગાવવાનો અપાવ્યો હતો વિશ્વાસ
સપ્ટેમ્બરમાં રેલવે બોર્ડના સીઈઓ વીકે યાદવે કહ્યુ હતુ કે રેલવે કોઈપણ સ્ટેશન પર યૂઝર્સ ચાર્જને લાગૂ કરશે નહીં, પરંતુ કોરોના કાળમાં રેલવેની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. તેવામાં વિકાસ કામ માટે તેને ફંડની જરૂર છે. માનવામાં આવી રહ્યું છે કે યૂઝર્સ ચાર્જ એસી અને સ્લીપર ક્લાસ માટે અલગ-અલગ હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે