બનાસકાંઠાના ખેડૂતો સાથે PM કિસાન યોજનાની લીંક મોકલી લાખોની છેતરપિંડી, અનેક ખેડૂતો બન્યા ભોગ
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સાથે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી છે. પીએમ કિસાન યોજનાના નામ પર અનેક ખેડૂતોને લિંક મોકલી ઓનલાઈન પૈસા પડાવી લેવામાં આવી છે. ખેડૂતોએ આ ઘટનાની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં કરી છે.
Trending Photos
અલ્કેશ રાવ, બનાસકાંઠાઃ બનાસકાંઠામાં ખેડૂતો સાથે મોબાઇલમાં પીએમ કિસાન યોજનાની લીંક મૂકી ગઠિયાઓ દ્વારા ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી રહી છે. પાલનપુર વડગામ સહિત જિલ્લાની જુદી જુદી દૂધ મંડળીના 1.50 લાખ ઉપરાંત પશુપાલકો સુધી આ લીંક પહોંચી છે અને જેમાં વડગામ તાલુકાના સકલાણા ગામના ત્રણ અને મુમનવાસ ગામના બે પશુપાલકના 3.84 લાખ રૂપિયા ઉપડી ગયા હોવાનું સામે આવ્યું છે જેની ફરિયાદ પણ સાયબર ક્રાઈમમાં કરવામાં આવી છે.
વડગામ તાલુકાના સકલાણા અને મુમનવાસ ગામના પશુપાલકોના ખાતામાંથી પીએમકેવાયની લીંક પર ક્લિક કરતા જ ખાતામાંથી લાખો રૂપિયા ઉપડી ગયા છે. પાલનપુર વડગામ અને જિલ્લાની દૂધ મંડળીઓના 1.50 લાખ પશુપાલકોને ગ્રુપમાં લિંક મળી હતી અને જે લિંક પર ક્લિક કરતાની સાથે જ તેમની સાથે છેતરપિંડી થઈ હતી. વડગામની જુદી જુદી દુધ મંડળીના ગ્રુપમાં સાયબર ગઠિયાઓ દ્વારા આ લીંક મુકાઈ રહી છે અને જેને લીધે અજાણે પશુપાલકો સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે. જોકે વડગામ તાલુકાના સકલાણા ગામના ખેડૂત નરેન્દ્રસિંહ અને રોહિત દેસાઈ જેવો પશુપાલનનો ધંધો કરી અને ગુજરાન ચલાવે છે. ત્યારે ગામની દૂધ મંડળી અને ગ્રામ પંચાયતના ગ્રુપમાં આ લિંક આવી હતી અને ત્યારબાદ નરેન્દ્રસિંહએ પીએમ કિસાન યોજનાની લિંક હોવાથી કંઈક ખેડૂતો માટે સારી સ્કીમ હશે એમ માની અને લિંક પર ક્લિક કર્યું હતું. જેથી તેમના ખાતામાંથી 98,300 રૂપિયા ઉપડી ગયા હતા અને બેલેન્સ ઝીરો થઈ ગયું હતું.
જોકે આવી જ છેતરપિંડી અન્ય સાત ખેડૂતો સાથે પણ થઈ છે અને જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે હેકરો જે ગ્રુપ હોય તે એડમીનના એકાઉન્ટ સ્કેન કરે છે અને ત્યારબાદ મોબાઈલ નેટવર્ક ધારા રૂટ કીટ નામનો વાઇરસ એના મોબાઈલમાં એન્ટર કરે છે અને ત્યારબાદ હેકર દ્વારા યુઝર અને સર્વર વચ્ચેની લાઈનમાં વાયરસ એટેક કરે છે જેની બે કોપી પૈકી એક યુઝર અને એક સર્વર પર જાય છે. ત્યારબાદ યુઝરને સર્વર ઉપરથી આ વાયરસ કનેક્ટ કરવા લિંક મોકલાય છે જેની ઉપર ક્લિક કરતા યુઝરનો તમામ કંટ્રોલ હેકર પાસે આવી જાય છે જેની મદદથી હેકર એડમીનનું એકાઉન્ટ ઓપરેટ કરે છે અને એની જાણ એડમીનને પણ થતી નથી .
સકલાણા ગામમાં ખેડૂતો સાથે સાઇબર ફ્રોડ થયું એટલે અન્ય પશુપાલકો અને ખેડૂતોમાં પણ ભયનો માહોલ છવાયો અને જે બેંકમાં ખાતા હતા તે બેંકમાં ગ્રાહકો પણ ભયના ઓથાર હેઠળ આવી ગયા અને જેની સાથે છેતરપિંડી નથી થઈ તેવા ગ્રાહકોએ પણ પોતાની સાથે છેતરપીંડી ન થાય તેમ કરીને બેંકમાંથી પૈસા ઉપાડી લીધા જેથી બેન્ક માંથી એક જ દિવસમાં 40 થી 50 લાખ રૂપિયા ગ્રાહકોએ ઉપાડી લીધા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે