ગુજરાતના ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબ, કપાસમાં ખેતીમાં ઈર્ષ્યા આવે તેવું રેકોર્ડબ્રેક ઉત્પાદન કર્યું

Gujarat Farmers : જૈવિક ખેતી કરીને બોટાદના ખેડૂતે કપાસની ખેતીમાં દોઢ ગણું ઉત્પાદન મેળવ્યું, આટલુ ઉત્પાદન તો રસાયણિક ખેતીમાં પણ મળતુ નથી
 

ગુજરાતના ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબ, કપાસમાં ખેતીમાં ઈર્ષ્યા આવે તેવું રેકોર્ડબ્રેક ઉત્પાદન કર્યું

Organic Farming રઘુવીર મકવાણા/બોટાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળવા માટે અનેક પ્રયાસો કરે છે. તો બીજી તરફ, ગુજરાતના રાજ્યપાલ પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને આગળ ધપાવવા અને ખેતીને બચાવવા માટે જે પ્રયાસ કરી રહ્યાં છે. એવા રાજ્યપાલના પ્રયાસોને સાર્થક કરતા બોટાદ જિલ્લાના ખેડૂતે કપાસની ખેતીમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રાકૃતિક ખેતી થકી બોટાદના ખેડૂતે મબલખ આવક કરી છે. એક વીઘે વધુ 20 મણનો ઉતારો મેળવી પ્રાકૃતિક ખેતીનો ફાયદો મેળવ્યો છે, ત્યારે શું છે પ્રાકૃતિક ખેતીનું મહત્વ જોઈએ.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના હડતાળા ગામે ખેડૂત હસમુખભાઈ ગાબાણી રહે છે. હસમુખભાઈ ગાબાણીએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેઓએ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર કપાસની ખેતીમાં દોઢ ગણું ઉત્પાદન મેળવ્યું છે. હસમુખભાઈએ કુદરતી રીતે ખેતી કરીને કપાસની ખેતીમાં ફાયદો મેળવ્યો છે. 

આ પણ વાંચો : 

સામાન્ય રીતે રાસાયણિક ખેતી દ્વારા એક વીઘે કપાસના પાકમાં 30 મણ જેવો ઉતારો આવતો હોય છે. પરંતુ હસમુખભાઈ ગાબાણીએ રાસાયણિક ખાતરોનો ઉપયોગ ન કરીને પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપ્યું છે. તેઓ પ્રાકૃતિક ખેતી કરીને સફળ થયા છે. એક વીઘે 50 મણ જેવો કપાસનો ઉતારો આવતા હસમુખભાઈ ખુશખુશ થઈ ગયા હતા. આખરે તેમને મહેનત સફળ થઈ છે. રાસાયણિક ખેતી કરતાં ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી મહત્વની સાબિત થઈ છે. આ વાતને યર્થાય હસમુખભાઈ ગાબાણીએ સાબિત કરી છે.

ખેડૂત હસમુખભાઈ જણાવે છે કે, અન્ય લોકો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ મેં એ ખાતરનો ઉપયોગ નથી કર્યો અને તેની જગ્યાએ ઓર્ગેનિક ખાતરનો વપરાશ કર્યો છે. એમોનિયમ સલ્ફેટનો પણ બિલકુલ ઉપયોગ નથી કર્યો. તેની જગ્યાએ N.P.K ના બેક્ટરિયા અને અન્ય સાત જાતની ફુગ વાપરેલ છે. તેના કારણે મને ખેતીમાં આ પરિણામ મળ્યું છે. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news