સરદાર પટેલે સોમનાથનો જીર્ણોધ્ધાર કર્યો હતો, PM મોદીએ કાશી વિશ્વનાથનો કર્યો છે: પાટીલ
Trending Photos
સુરત : મોગલોના આક્રમણને કારણે ભારત દેશના અનેક શિવાલયો ખંડિત થયા હતા. જેમાં ગુજરાતનું સોમનાથ મહાદેવ મંદિર હોય કે ઉત્તરપ્રદેશનું કાશી વિશ્વનાથનું મંદિર એવા અનેક ધાર્મિક સ્થળો આક્રમણકારોએ ધ્વંસ કરી દીધા હતા. છતાં પણ સમયાંતરે સનાતન ધર્મની આસ્થા આજે પણ એટલી જ જોવા મળી રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાશી વિશ્વનાથ સહિતના અનેક મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે.
સુરતમાં કાપોદ્રા ખાતે આવેલા સિદ્ધકુટીર મહાદેવ મંદિર ખાતે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાશી વિશ્વનાથ કોરિડોરના લોકાર્પણ પ્રસંગે સિદ્ધકુટીર મહાદેવ મંદિર સહિતના મંદિરોમાં કરવામાં આવ્યો હતો. એક તરફ વડાપ્રધાન મોદી દ્વારા કાશી વિશ્વનાથ કોરિડોરનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેને અહીં મોટી સ્ક્રીન લગાડીને લાઈવ જોવામાં આવી રહ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર શહેરના વિવિધ શિવાલયની અંદર આ પ્રકારે સ્ક્રીન રાખીને કાશી વિશ્વનાથ કોરિડોરના લોકાર્પણના લાઈવ જોવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું કે, કાશી વિશ્વનાથ હિન્દુ શાસ્ત્રમાં આલેખાયેલા બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક છે. વર્ષ 2014થી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાશી વિશ્વનાથ મંદિરના જીર્ણોદ્ધારને લઈને જાહેરાત કરવામાં આવી હતી. આજે એક મોટું કોરિડોરે આ સ્થાન લઈ લીધું છે. જેમાં કાશી વિશ્વનાથ મંદિરથી ગંગા સુધીનો માર્ગ સીધો જોવા મળી રહ્યો છે. મંદિરથી ગંગા નદીના તટ સુધી જેટલી પણ અડચણો હતી તેને દૂર કરીને એક મોટું સંકુલ તૈયાર કરી દેવામાં આવ્યું છે. જે લોકોના દર્શન માટે ખૂબ જ સુલભ બની રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે