પાસપોર્ટ વાળા કોરોના લાવશે અને રેશનકાર્ડવાળા ભોગવશે? સુરતમાં વધારે એક ઓમિક્રોન પોઝિટિવ કેસથી ફફડાટ

ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં રાજ્ય સરકારની ઢીલી નીતિ જોખમી સાબિત થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. એમિક્રોન વેરિયન્ટનો વધારે એક કેસ સુરતમાંથી નોંધાતા ચકચાર મચી જવા પામી છે. અગાઉ જામનગરના ઓમિક્રોનના ત્રણ કેસ હતા. હવે સુરતનાં એક કેસ સાથે ગુજરાતમાં એમિક્રોનનાં કુલ ચાર કેસ થઇ ચુક્યાં છે. જો કે ચિંતાજનક બાબત છે કે, સુરતમાં એક અઠવાડીયા પહેલા સાઉથ આફ્રિકાથી આવેલા પ્રવાસીઓ પરત આવ્યા ત્યારથી ત્રીજો કોરોના ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે અગાઉ જ્યારે દિલ્હીમાં ટેસ્ટ કરાવ્યો ત્યારે આ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 
પાસપોર્ટ વાળા કોરોના લાવશે અને રેશનકાર્ડવાળા ભોગવશે? સુરતમાં વધારે એક ઓમિક્રોન પોઝિટિવ કેસથી ફફડાટ

સુરત : ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં રાજ્ય સરકારની ઢીલી નીતિ જોખમી સાબિત થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. એમિક્રોન વેરિયન્ટનો વધારે એક કેસ સુરતમાંથી નોંધાતા ચકચાર મચી જવા પામી છે. અગાઉ જામનગરના ઓમિક્રોનના ત્રણ કેસ હતા. હવે સુરતનાં એક કેસ સાથે ગુજરાતમાં એમિક્રોનનાં કુલ ચાર કેસ થઇ ચુક્યાં છે. જો કે ચિંતાજનક બાબત છે કે, સુરતમાં એક અઠવાડીયા પહેલા સાઉથ આફ્રિકાથી આવેલા પ્રવાસીઓ પરત આવ્યા ત્યારથી ત્રીજો કોરોના ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે અગાઉ જ્યારે દિલ્હીમાં ટેસ્ટ કરાવ્યો ત્યારે આ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 

દરમિયાન એક અઠવાડીયા બાદ કોરોનાના લક્ષણો જણાતા સાઉથ આફ્રિકાથી આવ્યા બાદ ત્રીજો ટેસ્ટ કરાવવાની ફરજ પડી હતી. આ ટેસ્ટ જિનોમ સિક્વન્સીંગ માટે મોકલી અપાયો હતો. આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાલ તો આ તમામ લોકો જેટલા પણ લોકોના સંપર્કમાં આવ્યા હોય તેવા લોકોના ટેસ્ટિંગ કર્યા છે. આ ઉપરાંત તેઓને થોડા સમય માટે ક્વોરન્ટીન કરી દીધા છે. જો કે હાલ ઓમિક્રોન વેરિયન્ટ ધરાવતા તમામ દર્દીઓની સ્થિતિ સ્ટેબલ હોવાનું પણ સામે આવ્યું છે. 

સાઉથ આફ્રિકાથી પરત ફરેલા 42 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જીનોમ સિક્વન્સિંગ કરતા ઓમિક્રોન હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેના પરિવાર અને સંપર્કમાં આવેલા લોકોનાં ટેસ્ટિંગ કરી લેવાયા છે. જો કે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પરંતુ કોર્પોરેશન કોઇ પણ ગફલતમાં રહેવા નથી માંગતું. જેના કારણે આ પરિવારનાં તમામ લોકોને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે. જરૂર પડ્યે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવાનું આયોજન કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news