કોંગ્રેસના જનવેદના આંદોલન સામે ભાજપની વ્હારે આવી ભગીની સંસ્થા RSS

અમદાવાદના(Ahmedabad) જેતલપુરમાં (Jetalpur) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની(RSS) બે દિવસીય સમન્વય બેઠકનો(Meeting) શનિવારે પ્રારંભ થયો હતો. રાજ્યમાં ભાજપ સરકારની(BJP Government) સામે રહેલા રાજકીય(Political) અને સામાજિક પડકારો(Social Challange) વિશે પણ આ બેઠકમાં મંથન કરાયું હતું. 

કોંગ્રેસના જનવેદના આંદોલન સામે ભાજપની વ્હારે આવી ભગીની સંસ્થા RSS

બ્રિજેશ દોશી/અમદાવાદઃ રાજ્યમાં કોંગ્રેસના જનવેદના સંમેલન(Janvedna sammelan) અને ખેડૂતો તેમજ યુવાનોના આંદોલન સામે ઘેરાયેલી ભાજપ(BJP) સરકારની વ્હારે હવે RSS આવ્યું છે. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની(RSS) 2 દિવસીય સમન્વય બેઠકનો(Meeting) શનિવારે જેતલપુરમાં (Jetalpur) પ્રારંભ થયો હતો. સંઘના સહકાર્યવાહક ભૈયાજી જોશીની (Bhaiyaji Joshi) હાજરીમાં આ બેઠકનો પ્રારંભ થયો હતો, જેમાં સંઘની 30થી વધુ ભગીની સંસ્થાના હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. 

ભાજપમાંથી પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પ્રદેશ મહામંત્રીઓ, પ્રવકતા ભરત પંડ્યા અને ઉપાધ્યક્ષ આઇ કે જાડેજા હાજર રહયા હતા. આ બેઠકમાં વર્તમાન સામાજીક અને રાજકીય સ્થિતિની સમીક્ષાની સાથે-સાથે સરકાર અને ભગીની સંસ્થાઓના સમન્વય પર પણ ચર્ચા કરાઈ હતી. બે દિવસ દરમિયાન વિવિધ સત્ર યોજાશે, જેમાં અલગ અલગ વર્ગના આગેવાનો પણ હાજર રહીને પોતાના પ્રતિભાવો આપશે. 

સરકારની કામગીરીની સાથે સાંપ્રત વિષયો પર ચર્ચા કરાઈ હતી. બપોર બાદના સત્રમાં મુખ્યમંત્રી વિજય રુપાણી પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ પણ સરકાર વતી પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો. સંઘની બેઠકનો મુખ્ય હેતુ કાર્યકરોના પ્રશિક્ષણ સાથે સમાજના વિવિધ વર્ગને સ્પર્શતા વિષયો પર વિચાર-વિમર્શ અને પરામર્શનો છે. રાજ્યમાં ભાજપ સરકારની સામે રહેલા રાજકીય અને સામાજિક પડકારો વિશે પણ મંથન કરાયું હતું. સરકારના મંત્રીઓ અલગ અલગ સત્રમાં હાજર રહીને માર્ગદર્શન મેળવશે. 

સામાન્ય રીતે સંઘ સામાજિક સંગઠન છે, પરંતુ સમયાંતરે સંઘ અને તેની ભગિની સંસ્થાઓની આ પ્રકારની બેઠક સરકારને સચેત કરવા કે પછી મદદ માટે થતી હોય છે. રાષ્ટ્રીય સ્તરના અગ્રણીઓની હાજરીમાં યોજાતી બેઠકોમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યોની વિશેષ હાજરી રહેતી હોય છે. આવતીકાલના સમાપન સત્રમાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ હાજર રહેશે અને ભૈયાજી જોશીનું સંબોધન કરવાના છે. આજના સત્ર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સહકાર્યવાહ ભૈયાજી જોશી સાથે ખાનગી બેઠક યોજાઈ હતી અને સરકાર સંબંધિત મુદ્દાઓને લઇને ચર્ચા થઇ હતી. જો કે આ મામલે મુખ્યમંત્રીએ કંઇપણ બોલવાનો ઇન્કાર કર્યો હતો.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news