રાજકોટમાં યુવતીઓની છેડતી કરતા યુવકનો વીડિયો વાયરલ, બીભત્સ શબ્દો કહી પજવી, જુઓ VIDEO

રાજકોટમાં એક યુવકે ટુ-વ્હીલર પર બેફામ ડ્રાઈવ કરી રસ્તા પરથી પસાર થતી યુવતીઓની છેડતી કરી હતી. આરોપીને જાણે કોઈનો ડર જ ન હોય તેમ યુવતીને બિભત્સ શબ્દો પણ બોલી દીધા હતાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે.

રાજકોટમાં યુવતીઓની છેડતી કરતા યુવકનો વીડિયો વાયરલ, બીભત્સ શબ્દો કહી પજવી, જુઓ VIDEO

ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટમાં હવે ગુનાનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ધોળા દિવસે અસાસાજિક તત્વોને જાણે કાયદાનો ડર જ ના રહ્યો હોય તેમ ભરબજારે એક પછી એક ઘટનાઓ બની રહી છે. જેમાં અમુક વિસ્તારોમાં રોમોયોના ત્રાસથી મહિલાઓ, યુવતીઓ તંગ આવી ગઈ છે. જેના એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં ચાલુ વાહનમાં યુવતીઓની છેડતી કરવામાં આવી છે. સડકછાપ હેવાનના આ કરતૂતને પગલે મહિલા સુરક્ષાઓના દાવાનો પરપોટો ફૂટી ગયો છે.

શખ્સનો વીડિયો વાયરલ 
રાજકોટમાં એક યુવકે ટુ-વ્હીલર પર બેફામ ડ્રાઈવ કરી રસ્તા પરથી પસાર થતી યુવતીઓની છેડતી કરી હતી. આરોપીને જાણે કોઈનો ડર જ ન હોય તેમ યુવતીને બિભત્સ શબ્દો પણ બોલી દીધા હતાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ રાજકોટના રોમિયોની પોલીસે ધરપકડ કરી છે. બી ડિવિઝન પોલીસે આરોપીની  ધરપકડ કરી છે. બી ડિવિઝન પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું છે. રોમિયોએ જાહેરમાં માફી માગી છે. યુવકનો યુવતીઓની છેડતી કરતો વીડિયો વાયરલ થયો હતો. 

— Zee 24 Kalak (@Zee24Kalak) October 5, 2023

વીડિયો અંગે તપાસ
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં આરોપીને ઝડપી લેવામાં પણ પોલીસને સફળતા સાંડપી છે. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને દબોચી લીધો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news