રણબીર કપૂર બાદ હવે EDના રડાર પર હુમા કુરૈશી અને કપિલ શર્મા સહિત આ સ્ટાર્સ, મોકલ્યું સમન્સ
ED Summon Huma Qureshi: બોલીવુડ એક્ટર રણબીર કપૂર બાદ હવે મહાદેવ બેટિંગ એપ મામલામાં ઈડીની રડાર પર હુમા કુરૈશી સહિત ઘણા સ્ટાર્સ છે. ઈડીએ હુમા કુરૈશી, હિના ખાન અને કપિલ શર્માને સમન્સ મોકલ્યું છે.
Trending Photos
ED Summon Huma Qureshi: બોલીવુડ એક્ટર રણબીર કપૂર બાદ હવે મહાદેવ બેટિંગ એપ મામલામાં ઈડી (The Enforcement Directorate)ની રડાર પર હુમા કુરૈશી સહિત ઘણા સ્ટાર્સ આવી ગયા છે. ઈડીએ ફેમસ બોલીવુડ અભિનેત્રી હુમા કુરૈશી, ટીવી એક્ટ્રેસ હિના ખાન અને ટીવીની દુનિયાના જાણીતા કોમેડિયન કપિલ શર્માને સમન્સ પાઠવ્યું છે.
તાજેતરમાં ઈડીએ 4 ઓક્ટોબર એટલે કે બુધવારે રણબીર કપૂરને સમન્સ મોકલી 6 ઓક્ટોબરે રાયપુર, છત્તીસગઢમાં એજન્સીના કાર્યાલયમાં રજૂ થવા માટે કહ્યું હતું. પરંતુ લેટેસ્ટ માહિતી પ્રમાણે રણબીરે ઈડીને મેલ કરી બે સપ્તાહનો સમય માંગ્યો છે. તેની પાછળ એક્ટરે પર્સનલ ફેમિલી રીઝન અને પહેલાથી કરવામાં આવી ચુકેલા કમિટમેન્ટ્સનો હવાલો આપ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ મામલામાં માત્ર રણબીર કપૂર, હુમા કુરૈશી, હિના ખાન અને કપિલ શર્મા જ નહીં પરંતુ ટીવી અને બોલીવુડ જગતના અન્ય સેલેબ્સના નામ સામેલ છે.
રિપોર્ટ પ્રમાણે આ લિસ્ટમાં સની લિયોની, પાકિસ્તાની સિંગર આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, બોલીવુડ સિંગર નેહા કક્કડ, મ્યૂઝિક કંપોઝર વિશાલ દદલાનીનું નામ પણ છે. પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે આ સેલેબ્સના નામ સામે આવ્યા નથી.
શું છે આ ઘટના?
હકીકતમાં ઈડી જે સેલિબ્રિટીઓને સમન્સ મોકલી રહી છે, તે ઓનલાઈન ગેમિંગ એપ મામલાના આરોપી સૌરભ ચંદ્રાકરના લગ્નમાં સામેલ થયા હતા. સૌરભ પર હવાલા દ્વારા સિતારાઓને પૈસા આપવાનો આરોપ છે. રિપોર્ટ પ્રમાણે બોલીવુડના ઘણા સિતારા આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરી મહિનામાં મહાદેવ બુક એપ પ્રમોટર સૌરભ ચંદ્રાકરના લગ્નમાં સામેલ થવા માટે દુબઈ પહોંચ્યા હતા. રિપોર્ટ્સ પ્રમાણે આ લગ્નમાં 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તો લગ્નમાં પહોંચીને ઘણા સિતારાઓએ પરફોર્મ કર્યું હતું.
રિપોર્ટ પ્રમાણે આરોપી સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલની કંપની દુબઈથી ચાલી રહી હતી. તેના પર આરોપ છે કે તે નવા યૂઝર્સને સામેલ કરવા, યૂઝર્સ આઈડી બનાવવા અને અજાણ્યા બેન્ક ખાતાના એક જટિલ નેટવર્ક દ્વારા મની લોન્ડ્રિંગમાં સંલગ્ન હોવા માટે એક ઓનલાઈન ગેમ સટ્ટાબાજી એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યાં હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે