પોલીસનો કોઈ જ ખોફ નથી, ધોળા દિવસે તમંચા સાથે બાઈક પર આવ્યા 3 શખ્સો અને 15 મિનિટમાં જ...
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોતા ગામે સુરત ડિસ્ટ્રીકટ બેંકમાં ધોળે દહાડે લૂંટની ઘટના બની હતી. 3 જેટલા લૂંટારુઓએ તમંચા વડે કર્મચારીઓને બંધક બનાવી 10.40 લાખની લૂંટ ચલાવી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી
Trending Photos
કિરણસિંહ ગોહિલ/ સુરત: સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોતા ગામે સુરત ડિસ્ટ્રીકટ બેંકમાં ધોળે દહાડે લૂંટની ઘટના બની હતી. 3 જેટલા લૂંટારુઓએ તમંચા વડે કર્મચારીઓને બંધક બનાવી 10.40 લાખની લૂંટ ચલાવી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
સુરત જિલ્લામાં તહેવારોની મોસમ હવે શરૂ થતાં કાયદો અને વ્યવસ્થા જાણે કથળી રહી છે. જિલ્લાના બારડોલી તાલુકાના મોતા ગામે એક બેંકને લૂંટારુઓએ નિશાન બનાવી લૂંટ ચલાવી હતી. મોતા ગામે મુખ્ય માર્ગને અડીને સુરત ડિસ્ટ્રીકટ કો. ઓપરેટિવ બેન્ક આવેલી છે. જ્યાં બપોરના સમયે ત્રણ જેટલા લૂંટારુઓ પ્રવેશ્યા હતા. અને બેન્કમાં હાજર મેનેજર સહિત અન્ય 5 જેટલા કર્મચારીઓને બંદૂક બતાવી લૂંટારુઓએ બંધક બનાવ્યા હતા.
કાશ્મીરથી કન્યા કુમારી સુધી કૌભાંડની હારમાળા સર્જનાર જાણો કોણ છે અનમોલ શેઠ, ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
બાદમાં કેશિયર મિત પટેલ પાસે આવેલ કેશિયર કેબીનમાં રોકડ રકમ લૂંટ કરી હતી. અને માત્ર પંદર જ મિનિટમાં લૂંટારુઓ લાખોની લૂંટ ને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. તો બીજી તરફ બેંકથી 100 મીટરમાં આવેલ એક ઘરની બહાર લાગેલ સીસીટીવીમાં લૂંટારુઓ લૂંટ કરી ભાગતા કેદ થયા હતા જેમાં બાઇક પર લૂંટ કરવા આવેલ લૂંટારુઓની બાઇક બંધ થઈ જતા બાઇકને ધક્કો મારીને ભાગતા કેમેરામાં નજરે પડ્યા હતા.
યુવાનોમાં વધ્યો ખાદીનો ક્રેઝ, અહીં મળે છે આજના ટ્રેન્ડને ટક્કર આપતા વિવિધ ડિઝાઈનર વસ્ત્રો
ગ્રામ્ય વિસ્તારમાં અને મુખ્ય માર્ગને અડીનેજ આવેલ બેન્કને લૂંટારુઓએ નિશાન બનાવી હતી. સમગ્ર ઘટના બેન્કમાં લગાવેલ સીસીટીવીમાં પણ કેદ થવા પામી હતી. સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો મુજબ લૂંટારું બેખોફ બની બેન્કમાં પ્રવેશ્યા હતા અને જ્યાં હાજર કર્મચારીઓને બાનમાં લીધા હતા. જોકે લૂંટારુઓ ત્યાંથી ફરાર થાય બાદ ગામના અન્ય એક એન્ટ્રી ગેટ પર પણ લગાવેલ સીસીટીવીમાં કેદ થયાં હતાં. 10.40 લાખની રોકડની લૂંટની આશંકા સેવાય રહી છે. સમગ્ર મામલે બારડોલી પોલીસ તેમજ સુરત જિલ્લા એલસીબી પોલીસે સીસીટીવી ફૂટેજ પણ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે