દુનિયાભરમાં બ્રિટનનું રાજ હતું ત્યારે નવસારીના એક પારસીએ ધ્રૂજાવી હતી બ્રિટિશ સંસદ!
એક સમય હતો જ્યારે દુનિયાભરમાં બ્રિટનનું આધિપત્ય હતું. અંગ્રેજો ભારતીયોને ગુલામ સમજતા. ત્યારે એ સમયે એક ગુજરાતી બ્રિટિશ સંસદને હચમચાવી દીધી હતી.
કયા ગુજરાતીએ ધ્રૂજાવી હતી બ્રિટિશ સંસદ
ભારતીય મૂળના ઋષિ સુનક બન્યા બ્રિટનના પ્રધાનમંત્રી
નવસારીના પારસી બાબાની કહાની વિશે જાણો
સ્મારક તરીકે સચવાયું છે, ઇંગ્લેન્ડમાં તેમનું ઘર
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલ ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના પ્રધાનમંત્રી બનતા સૌ કોઈ તેમને અભિનંદન આપી રહ્યાં છે. આ સમાચારની સાથે દરેક ભારતીય પણ ગર્વ કરી રહ્યો છે. તેના પાછળનું કારણ એવું છેકે, જે અંગ્રેજોએ લગભગ 200 વર્ષ કરતા વધારે સમય સુધી ભારત પર રાજ કર્યું એજ અંગ્રેજોના દેશમાં એક મૂળ ભારતીય વ્યક્તિ જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે એક નવા ઈતિહાસનો પ્રારંભ થયો. હાલ સૌ કોઈ સુનકને અભિનંદન આપી રહ્યાં છે. પણ શું તમે જાણો છોકે, દાયકાઓ પહેલાં પણ એક ભારતીય ન માત્ર ભારતીય પણ એક આપણાં ગુજરાતીએ બ્રિટિશ સંસદને એકલા હાથે ધ્રૂજાવી દીધી હતી.
આ આર્ટિકલમાં વાત કરવામાં આવી છે ગુજરાતના નવસારી જિલ્લામાં રહેલાં એક પારસી બાબાની કે જેણે એવા સમયે બ્રિટિશ સંસદને ધ્રૂજાવી હતી જ્યારે દુનિયાભરના અડધાથી ઉપરના દેશોમાં બ્રિટનનું રાજ ચાલતું હતું. અમે વાત કરી રહ્યાં છીએ આપણાં ગૌરવંત ગુજરાતી દાદાભાઈ નવરોજીની. નવસારીના દાદાભાઈ નવરોજીએ 130 વર્ષ પહેલાં બ્રિટિશ સંસદને ધ્રૂજાવી હતી. દુનિયાભરમાં બ્રિટનનું આધિપત્ય હતું અને તેઓ ભારતીયોને ગુલામ સમજતા ત્યારે દાદાભાઈ ત્યાંની પાર્લામેન્ટમાં ચૂંટાઈને આવનારા પ્રથમ અશ્વેત હતા. ઋષિ સુનક ભલે બ્રિટનના ભારતીય વંશના પ્રથમ PM બન્યા હોય પણ એક સાચી હકીકત એ પણ છેકે, બ્રિટનનું દુનિયાના ઘણાં દેશોમાં રાજ હતું ત્યારે ત્યાંની પાર્લામેન્ટને ગજવનાર પ્રથમ અશ્વેત પણ ભારતીય અને તે પણ ગુજરાતના નવસારીના દાદાભાઈ નવરોજી હતા.
નવસારીના પારસી પરિવારમાં 4 સપ્ટેમ્બર 1825ના રોજ જન્મેલ અને ‘હિંદના દાદા’ તરીકે દેશભરમાં જાણીતા બનેલ દાદાભાઈ નવરોજી ભણવામાં તેજસ્વી હતા અને ધંધામાં કારકિર્દી ઘડવા 1855ના અરસામાં ઈંગ્લેન્ડ ગયા. તેમણે ત્યાં ભારતીયો સાથે થતા અન્યાય સામે આંદોલન છેડી ભારતીયોને મદદ કરી હતી. તેઓ ભારત આવ્યા બાદ પરત 1886માં ઈંગ્લેન્ડ ગયા. જ્યારે અંગ્રેજો ભારતીયોને ગુલામ ગણતા અને દુનિયાભરમાં તેમનું આધિપત્ય હતું ત્યારે 1892માં તેઓ લિબરલ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. તેઓ ઈંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ચૂંટાઇ આવનાર પ્રથમ ભારતીય નહીં પણ પ્રથમ અશ્વેત પણ હતા. વધુ નોંધનીય વાત એ છે કે તે વખતે ધાર્મિક રીતે રૂઢિચૂસ્ત ઈંગ્લેન્ડમાં ત્યાંથી પાર્લામેન્ટમાં બાઇબલના સ્થાને જરથોસ્ત ધર્મગ્રંથ ‘અવેસ્તા’ના નામે સોગંદ લીધા હતા. આટલું ખમીર દાખવનાર પણ તેઓ પ્રથમ સાંસદ હતા.
દાદાભાઈ લંડનમાં 72,એનરલે પાર્કમાં રહ્યા હતા.આ ઘરને ત્યાંની સરકારે માન આપી ભુરી તકતી મારી સ્મારક જેવો દરજ્જો આપ્યો છે.આવું માન બ્રિટિશ સરકારે ખૂબ જૂજ વ્યક્તિઓને આપ્યું છે.બ્રિટિશ સરકાર મહાત્મા ગાંધી બાદ દાદાભાઈને સર્વોચ્ચ લીડર તરીકે માન આપે છે. લંડનમાં ઉક્ત ઘરે 1904 સુધી રહ્યાની જાણકારી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે