પાટીલના ગઢમાં રાજીનામાની લાઈનો લાગી, વધુ એક દિગ્ગજ નેતાનું રાજીનામું પડ્યું
Gujarat Dang BJP President Resignation : ગઈકાલે ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે આપ્યું હોદ્દા પરથી રાજીનામું... ત્યારે આજે આહવા જિલ્લામાંથી વધુ એક દિગ્ગજ નેતાનું રાજીનામું પડ્યું
Trending Photos
Dang News : દક્ષિણ ગુજરાત એ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો ગઢ ગણાય છે. ત્યારે આ ગઢમાં ગાબડું પડ્યું છે. ગઈકાલે ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારે વધુ એક રાજીનામાથી દક્ષિણ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આહવા ભાજપ મંડળ પ્રમુખ સંજય ડી વ્યવહારેએ પોતાના પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે.
ડાંગ જિલ્લામાં ભાજપનો આંતરિક વિખવાદ ચરણ સીમાએ પહોંચ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારના રાજીનામાં બાદ વધુ એક રાજીનામું પડ્યું છે. આહવા ભાજપ મંડળ પ્રમુખ સંજયભાઈ ડી વ્યવહારેએ પોતાના પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને એમના લેટરપેડ ઉપર રાજીનામું મોકલી આપ્યું છે. છેલ્લા ઘણા દિવસથી ડાંગ ભાજપ સંગઠન અને ચૂંટાયેલી પાક વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે. બે રાજીનામા બાદ અન્ય હોદ્દેદારો પણ રાજીનામાં આપે એવી શક્યતા જોવા મળી રહી છે.
ગઈકાલે દશરથ પવારે આપ્યુ હતું રાજીનામું
ગત રોજ ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. તેઓએ પોતાના લેટરહેડ પર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને એક પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું કે, ‘હું ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું જે સ્વીકારવા વિનંતી છે.’ આ લેટરપેડની નીચે દશરથ પવારે સહી કરી હતી. છેલ્લા ઘણા દિવસોથી ડાંગ ભાજપ સંગઠન અને ચૂંટાયેલ પાંખ વચ્ચે વિખવાદ ચાલતો હતો. ડાંગ ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણ બાદ જિલ્લા પ્રમુખનું સૌથી પહેલું રાજીનામુ પડ્યું હતું. જેના બાદ રાજીનામાનો દોર શરૂ થયો છે.
ચર્ચા છે કે, ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણ લઈને કાર્યકરોની ચર્ચા મુજબ આગામી દિવસોમાં વધુ હોદ્દેદારો સંગઠનના હોદ્દા પરથી રાજીનામું આપી શકે છે. ભાજપ પ્રમુખે થોડા દિવસો પહેલા ડાંગ જિલ્લામાં થતા ભ્રષ્ટાચારને લઈ અવાજ પણ ઉઠાવ્યો હતો. ભાજપ પ્રમુખના રાજીનામાને લઈ જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે