રીસાયકલિંગ ઓફ શીપિંગબીલ લાગુ થતા અલંગ વિશ્વનું સુરક્ષીત શીપબ્રેકિંગ યાર્ડ બનશે

“રીસાયકલીંગ ઓફ શીપબીલ-૨૦૧૯” ને કેન્દ્રીય કેબીનેટ દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. સલામતી અને પર્યાવરણલક્ષી શીપ રીસાયકલીંગ અંગેના હોંગકોંગ કન્વેન્શનનો સ્વીકાર આઈ.એમ.ઓ દ્વારા વર્ષ ૨૦૦૯ માં કર્યા બાદ શીપ રીસાયકલીંગ કરતા તમામ દેશોને આ બીલનો સ્વીકાર કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો જેમાં અલંગમાં રીસાયકલીંગ ઓફ શીપ બીલ-૨૦૧૯ ને કેન્દ્રીય કેબીનેટ દ્વારા મંજુરી આપી દેવામાં આવતા આજે શીપબ્રેકરો દ્વારા આજે પ્રેસ ફોન્ફરન્સ યોજી વડાપ્રધાન નો આભાર વ્યક્ત કર્યો હતો અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
રીસાયકલિંગ ઓફ શીપિંગબીલ લાગુ થતા અલંગ વિશ્વનું સુરક્ષીત શીપબ્રેકિંગ યાર્ડ બનશે

અમદાવાદ : “રીસાયકલીંગ ઓફ શીપબીલ-૨૦૧૯” ને કેન્દ્રીય કેબીનેટ દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. સલામતી અને પર્યાવરણલક્ષી શીપ રીસાયકલીંગ અંગેના હોંગકોંગ કન્વેન્શનનો સ્વીકાર આઈ.એમ.ઓ દ્વારા વર્ષ ૨૦૦૯ માં કર્યા બાદ શીપ રીસાયકલીંગ કરતા તમામ દેશોને આ બીલનો સ્વીકાર કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો જેમાં અલંગમાં રીસાયકલીંગ ઓફ શીપ બીલ-૨૦૧૯ ને કેન્દ્રીય કેબીનેટ દ્વારા મંજુરી આપી દેવામાં આવતા આજે શીપબ્રેકરો દ્વારા આજે પ્રેસ ફોન્ફરન્સ યોજી વડાપ્રધાન નો આભાર વ્યક્ત કર્યો હતો અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

એશિયાના સૌથી મોટા શીપ બ્રેકીંગ યાર્ડ એવા અલંગમાં હોંગકોંગ કન્વેન્શનને અમલી બનાવી કેન્દ્રીય કેબીનેટ દ્વારા “રીસાયકલીંગ ઓફ શીપ બીલ-૨૦૧૯” ને મંજુરી આપી દેવામાં આવતા અલંગના શીપબ્રેકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને લઇ આજે એક પત્રકાર પરિષદનું આયોજન શીપબ્રેકરો દ્વારા કરવામાં આવ્યું હતું. આ બીલને અમલી બનાવવા બદલ વડાપ્રધાન અને શીપીંગ મંત્રી મનસુખભાઈ માંડવીયાનો ખાસ આભાર વ્યક્ત કરતા કહ્યું કે  રીસાયકલીંગ મથક પર  સલામતી અને પર્યાવરણલક્ષી જાળવણી ખુબ જ જરૂરી છે. 

જેથી હાલ ૯૫% જેટલા પ્લોટ હોંગકોંગ કન્વેન્શન મુજબ આધુનિક મશીનો અને મુવેબલ ક્રેઇન સાથે સજ્જ થઇ ચુક્યા છે. જયારે બાકીના પ્લોટો ગણતરીના દિવસોમાં તૈયાર થઇ જશે. શીપ રીસાયકલીંગમાં ભારતની સાથે સાથે પાકિસ્તાન અને બાંગલાદેશમાં પણ જહાજો ભાંગવા આવી રહ્યા છે પરંતુ આ બંને દેશોમાં હજુ હોંગકોંગ કન્વેન્શનનું અમલીકરણ કરવામાં નથી આવ્યું.  ત્યારે જે કંપનીના જહાજો તેઓ ભાંગવા માટે મોકલે છે તેમાં તે કંપનીના લોકો પણ સલામતી અને પર્યાવરણલક્ષી જાળવણીને પ્રાધાન્ય આપે છે. જેથી આવનારા સમયમાં સૌથી વધુ લાભ અલંગને મળશે. જેનું કારણ છે કે હવે અલંગમાં “રીસાયકલીંગ ઓફ શીપ બીલ-૨૦૧૯” ને કેન્દ્રીય કેબીનેટ દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. સલામતી અને પર્યાવરણલક્ષી શીપ રીસાયકલીંગ અંગેના હોંગકોંગ કન્વેન્શનનો સ્વીકાર કરતા પ્લોટ પણ બની અને તૈયાર છે. જેને લઇ આજે શીપબ્રેકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

 

આજદિન સુધી અલંગમાં માત્ર કાર્ગો-પેસેન્જર શીપ જ ભંગાણ માટે આવતા હતા, પરંતુ હવે જયારે વોરશીપ અને રીસર્ચ વેસલ્સ જેવા જહાજો પણ ભંગાણ માટે આવશે. જયારે જાપાનની જાયકા દ્વારા પણ જેટી, મુવેબલ ક્રેઇન પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે હાલ અલંગમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્રીય કેબીનેટ ની મંજુરીની મહોર અલંગ ને મંદીના માર માંથી મુક્તિ અપાવશે અને ફરી અલંગ માટે સ્વર્ણિમ સમય આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news