અમદાવાદનું પાંજરાપોળ સર્કલ બન્યું એક્સિડન્ટ ઝોન, 20 દિવસમાં ત્રીજા વ્યક્તિએ જીવ ગુમાવ્યો
Ahmedabad News: અમદાવાદના પાંજરાપોળ સર્કલ (panjrapole circle) ખાતે વધુ એક અકસ્માત (Accident) સર્જાયો હતો. ડમ્પરની અડફેટે આવી જતા સ્કૂટર પર સવાર 65 વર્ષીય મહિલાનું કરુણ મોત નિપજ્યું હતું. પોલીસ દ્વારા ડમ્પર ચાલકની અટકાયત કરીને ડમ્પર જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસે (Police) સમગ્ર મામલે સીસીટીવી (CCTV) અને નજરે જોનારા નાગરિકોની પૂછપરછ કરીને તપાસ હાથ ધરી હતી. થોડા દિવસ અગાઉ પાંજરાપોળ સર્કલ ખાતે જ બીઆરટીએસ બસની (BRTS Bus) અડફેટે બે ભાઈઓના કરુણ મોત નિપજ્યા હતા. હાલ એક મહિના પણ વિત્યો નથી અને ફરીથી એ જ સર્કલ ખાતે અકસ્માતમાં ત્રીજા વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
Trending Photos
અમિત રાજપૂત/અમદાવાદ :અમદાવાદના પાંજરાપોળ સર્કલ (panjrapole circle) ખાતે વધુ એક અકસ્માત (Accident) સર્જાયો હતો. ડમ્પરની અડફેટે આવી જતા સ્કૂટર પર સવાર 65 વર્ષીય મહિલાનું કરુણ મોત નિપજ્યું હતું. પોલીસ દ્વારા ડમ્પર ચાલકની અટકાયત કરીને ડમ્પર જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસે (Police) સમગ્ર મામલે સીસીટીવી (CCTV) અને નજરે જોનારા નાગરિકોની પૂછપરછ કરીને તપાસ હાથ ધરી હતી. થોડા દિવસ અગાઉ પાંજરાપોળ સર્કલ ખાતે જ બીઆરટીએસ બસની (BRTS Bus) અડફેટે બે ભાઈઓના કરુણ મોત નિપજ્યા હતા. હાલ એક મહિના પણ વિત્યો નથી અને ફરીથી એ જ સર્કલ ખાતે અકસ્માતમાં ત્રીજા વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
સુભદ્રાબહેન ચોક્સી નામના મહિલા તેમના પતિ સાથે એક્ટિવા પર જઈ રહ્યા હતાં, ત્યારે પાંજરાપોળ સર્કલ પાસે ડમ્પરે ટક્કર મારતા સુભદ્રબહેન નીચે પડી ગયા અને તેમના પર ડમ્પર ફરી વળ્યું હતું. ત્યાર બાદ તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત કર્યા બાદ નાસી છૂટેલા ડમ્પર ચાલકને આગળના સિગ્નલ પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં થોડા દિવસો અગાઉ બે સગાભાઈઓના મોત નિપજ્યા હતા. બંને ભાઈઓ બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે બીઆરટીએસ બસની અડફેટે તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે હવે લાગે છે કે, પાંજરાપોળ સર્કલ એક્સિડન્ટ ઝોન બની ગયો છે. ત્યારે આ અકસ્માત સમગ્ર અમદાવાદમાં બીઆરટીએસ પ્રત્યે વિરોધનો જુવાળ પેદા થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે