વડોદરા દુષ્કર્મ કેસ : જશા અને કિશનને દોરડા બાંધી લઈ જવાયા, તો જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા

વડોદરામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો મામલામાં ગઈકાલે બંને આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. ત્યારે મોડી રાત્રે દુષ્કર્મના બંને આરોપીઓને તપાસ માટે તરસાલી લઈ જવાયા હતા, જ્યાંથી તેઓ પકડાયા હતા. મોડી રાત્રે પોલીસની ટીમ આરોપીઓને તરસાલી પહોંચી, ત્યાં તેઓનો જોવા માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. લોકોના ટોળોટોળા એકઠા થયા હતા, અને બંને આરોપીઓના હાથમાં રસ્સી બાંધવામાં આવી હતી. પોલીસે આરોપીઓના નિવાસ્થાન પર જઈ રિક્રિએશન પણ કર્યું હતું. 
વડોદરા દુષ્કર્મ કેસ : જશા અને કિશનને દોરડા બાંધી લઈ જવાયા, તો જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો મામલામાં ગઈકાલે બંને આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. ત્યારે મોડી રાત્રે દુષ્કર્મના બંને આરોપીઓને તપાસ માટે તરસાલી લઈ જવાયા હતા, જ્યાંથી તેઓ પકડાયા હતા. મોડી રાત્રે પોલીસની ટીમ આરોપીઓને તરસાલી પહોંચી, ત્યાં તેઓનો જોવા માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. લોકોના ટોળોટોળા એકઠા થયા હતા, અને બંને આરોપીઓના હાથમાં રસ્સી બાંધવામાં આવી હતી. પોલીસે આરોપીઓના નિવાસ્થાન પર જઈ રિક્રિએશન પણ કર્યું હતું. 

આજે નવલખીમાં ઘટનાનું રિક્રિએશન કરાશે
વડોદરાના પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે ગઈકાલે જાહેરાત કરી હતી કે, મંગળવારે સવારે બંને આરોપીઓ કિશન કાળુ માથુસુરિયા (ઉંમર 28 વર્ષ) અને જશો વનરાજ સોલંકી (ઉંમર 21 વર્ષ) નવલખી કમ્પાઉન્ડમાં ક્રાઈમ સ્થળે લઈ જઈને તમામ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાશે. ગઈકાલે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં બંનેએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. બંને પૈકી એક તારાપુર અને બીજો જસદણનો છે. સવા વર્ષથી તરસાલી ફૂટપાથ પર છાપરા બનાવીને રહી રહેતા હતા. બંનેએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે , દુષ્કર્મ બાદ અમને ખબર જ નથી એટલે અહીં જ હતા, ભાગી ગયા નથી. ટીવી કે સમાચાર પત્રો પણ નહીં જોતા હોવાથી તેમને કોઇ જાણ નથી. 

આરોપીઓના દાંતનું માપ પણ લેવાયું
મેડિકો લીગલ ઓફિસરે જણાવ્યું હતું કે, બંને આરોપીઓની મેડિકલ તપાસ માટે લોહી, લાળ, શરીરના વાળ અને નખના નમૂના લેવાયા હતા. જશો નામના આરોપીના સ્પર્મ ટેસ્ટ લેવાયા હતા. જ્યારે કિશનના સ્પર્મ ટેસ્ટ લઇ શકાયા ન હતા. નમૂના સીલ કરીને પોલીસને સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત બંને આરોપીઓએ સગીરાને બચકા ભર્યા હોવાથી તેમના દાંતના નમૂના અને માપ પણ લેવાયા હતા.  

અમરેલી : આખુ વનતંત્ર સાપરમાં દીપડીને શોધી રહ્યું હતું, ને તે કાગદડીની સીમમાં પાંજરે પૂરાઈ 

ફુગ્ગો હોવા છતાં એન્ડ્રોઈડ ફોન વાપરતા
બંને આરોપીઓ વડોદરા આવીને ફુગ્ગો વેચવાનું કામ કરતા હતા. બંને એક વર્ષથી ઝૂંપડુ બાંધીને રહેતા હતા. પરંતુ તેમ છતાં બંને પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો. ફુગ્ગા વેચતા કિશન પાસે ગેંગરેપ સમયે 2 મોબાઇલ હતાં. જે પૈકી સાદો મોબાઇલ પોલીસે કબજે કર્યો છે જ્યારે એક એન્ડરોઇડ મોબાઇલ શોધવા પોલીસે તેના ફૂટપાથના રહેઠાણે તપાસ કરી છે. એનરોઇડ મોબાઇલમાં તે પોર્ન ફિલ્મ જોતો હોવાનો ખુલાસો થયો છે. ત્યારે પોલીસે તેના મોબાઈલને પણ તપાસમાં મોકલી આપ્યો છે, અને તેના ડેટા વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news