લાગ્યો હતો સેક્સ રેકેટમાં શામેલ હોવાનો ખોટો આરોપ, લગ્નના ગણતરીના મહિનાઓમાં કરી પતિથી અલગ થવાની જાહેરાત

ભૂતકાળમાં તેનું નામ હૈદરાબાદના બંજારા હિલ્સમાં ચાલી રહેલા સેક્સ રેકેટમાં સંડોવાયું હતું. એ સમયે શ્વેતા લગભગ 2 મહિના સુધી રેસ્ક્યુ હોમમાં રહી હતી. જોકે એ સમયે હૈદરાબાદ સેશન્સ કોર્ટે તેને ક્લિન ચીટ આપી હતી. 

લાગ્યો હતો સેક્સ રેકેટમાં શામેલ હોવાનો ખોટો આરોપ, લગ્નના ગણતરીના મહિનાઓમાં કરી પતિથી અલગ થવાની જાહેરાત

નવી દિલ્હી :  'મકડી' અને 'ઇકબાલ' ફિલ્મથી બાળ કલાકાર તરીકે ચર્ચામાં આવેલી શ્વેતા બસુ પ્રસાદે (Shweta Basu Prasad) 2018માં રોહિત મિત્તલ (Rohit Mittal) સાથે લગ્ન કર્યા હતા. હવે શ્વેતાએ સોશિયલ મીડિયામાં જાણકારી આપી છે કે તે અને રોહિત અલગ થઈ રહ્યા છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on

શ્વેતાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે અમે પરસ્પરની સમજૂતિથી અલગ થઈ રહ્યા છીએ. પોસ્ટમાં શ્વેતાએ રોહિતને ભવિષ્ય માટે શુભેચ્છા આપતા લખ્યું છે કે ''અમે આ નિર્ણય ઉપર મહિનાઓ સુધી વિચાર કર્યો છે અને આખરે અલગ થવાનો નિર્ણય લીધો છે. દરેક પુસ્તકને તેના કવરથી ન ઓળખી શકાય પણ એનો મતલબ એવો પણ નથી કે પુસ્તક ખરાબ છે. રોહિત સાથેની સકારાત્મક યાદગીરી મને હંમેશા પ્રેરણા આપે છે.''

'मकड़ी' की श्वेता बसु हुईं पति से अलग, ऐसे निकली थीं बड़े विवाद से बाहर

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on

મીડિયા રિપોર્ટ પ્રમાણે રોહિત અને શ્વેતાની મિત્રતા પાંચ વર્ષ પહેલાં શરૂ થઈ હતી અને તેઓ બંને લિવ ઇનમાં પણ રહ્યા હતા. બંનેએ 2018માં લગ્ન કર્યા હતા અને હવે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. શ્વેતાએ પોતાની કરિયરમાં મકડી અને ઇકબાલ સિવાય વાહ! લાઇફ હો તો એસી, ડરના જરૂરી હૈ, બદરીનાથ કી દુલ્હનિયા તેમજ તાશ્કંદ ફાઇલ્સમાં કામ કર્યું છે. 

ભૂતકાળમાં શ્વેતા બાસુનું નામ હૈદરાબાદના બંજારા હિલ્સમાં ચાલી રહેલા સેક્સ રેકેટમાં સંડોવાયું હતું. એ સમયે શ્વેતા લગભગ 2 મહિના સુધી રેસ્ક્યુ હોમમાં રહી હતી. જોકે એ સમયે હૈદરાબાદ સેશન્સ કોર્ટે તેને ક્લિન ચીટ આપી હતી. એ સમયે શ્વેતાએ મીડિયામાં જણાવ્યું હતું કે જે ફેમસ હોય છે તેણે વિવાદોનો પણ સામનો કરવો પડે છે. આ પ્રકારની પરિસ્થિતિને કારણે પર્સનલ લાઇફ પર એની અસર ન પડવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news