Sonu Sood શરૂ કરશે દેશની સૌથી મોટી Blood Bank, તૈયાર કર્યો આ પ્લાન
સોનૂ સૂદ હવે નવા અંદાજમાં લોકોની મદદ કરશે. સોનૂ સૂદ એક બ્લડ બેન્ક શરૂ કરી રહ્યો છે. તેનું સંચાલન કઈ રીતે થશે તે ખુબ અભિનેતાએ જણાવ્યુ છે.
Trending Photos
મુંબઈઃ અભિનેતા સોનૂ સૂદ (Sonu Sood) 'સોનૂ ફોર યૂ (Sonu For You)' નામથી એક બ્લડ બેન્ક એપ (Blood Bank app) શરૂ કરવા જઈ રહ્યો છે. તેને દેશમાં મોટા પાયે લોન્ચ કરવામાં આવશે. તેને એક એપ દ્વારા સંચાલિત કરવામાં આવશે. દાવો છે કે દેશની સૌથી મોટી બ્લડ બેન્ક (Blood Bank) હશે. આ એપનો ઇરાદા રક્તદાતાઓને એવા લોકો સાથે જોડવાનો છે, જેને લોહીની તત્કાલ જરૂર છે. આ એપની મદદથી જેને લોહીની જરૂર છે, તે રક્તદાતાને શોધી શકે છે. આ સાથે તે રક્તદાતાને એક રિક્વેસ્ટ મોકલી શકે છે.
ત્યારબાદ શરૂ થાય છે આગળની પ્રક્રિયા, જેમાં રક્તદાતા હોસ્પિટલ જઈને રક્તદાન કરશે. આ પહેલ શરૂ થતા પહેલા જ તેને દેશની સૌથી મોટી બ્લડ બેન્ક કહેવામાં આવી રહી છે.
આ પ્રોજેક્ટમાં સોનૂનો સાથ આપશે તેના મિત્રો
સોનૂ સૂદ (Sonu Sood) એ જણાવ્યુ, 'સોનૂ ફોર યૂ એપ (Sonu For You App) લાવવાનો વિચાર મારા મિત્ર જોનસનનો છે. હકીકતમાં લોકોને લોહીની જરૂર પડે છે અને તેને તત્કાલ પૂરી કરવી પડે છે. આપણે તેને સોશિયલ મીડિયા પર શેર કરીએ ત્યારબાદ રિસ્પોન્સ મળે છે. જેથી અમે વિચાર્યું કે, કેમ આ કામ આપણે એક એપ દ્વારા કરીએ.'
આ કારણે સોનૂએ બનાવ્યો છે પ્લાન
સોનૂ સૂદે આગળ કહ્યુ, આ સિવાય કોઈ વિશેષ બ્લુડ ગ્રુપના લોહીની શોધમાં બ્લડ બેન્ક જવા અને બ્લડ પ્રાપ્ત કરવામાં ઘણો સમય લાગી જાય છે. દુર્લભ બ્લડ ગ્રુપ મામલામાં તો વધુ સમય લાગે છે. આ કારણ છે કે દર વર્ષે દેશમાં 12 હજાર દર્દીઓના મોત સમય પર લોહી ન મળવાને કારણે થાય છે. આ એપ દ્વારા અમે તે સંદેશ આપવા ઈચ્છીએ છીએ કે અમારી 20 મિનિટ કોઈનો જીવ બચાવી શકે છે.
સોનૂ સતત કરી રહ્યો છે મદદ
મહત્વનું છે કે સોનૂ સૂદ સમાજના વિભિન્ન ક્ષેત્રના લોકોને મદદ કરવા માટે સતત કામ કરી રહ્યો છે. તે લૉકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડી ચર્ચામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે