ગુજરાતમાં દીકરીઓ સલામત નથી, સુરત બાદ બનાસકાંઠામાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
Banaskantha News : બનાસકાંઠાના પાલનપુરમાં શ્રમજીવી પરિવારની 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ... ખેતરમાં રમતી બાળકી પર ભાગિયા તરીકે કામ કરતા નરાધમે જ દુષ્કર્મ આચર્યુ
Trending Photos
Rape Case અલકેશ રાવ/બનાસકાંઠા: સુરક્ષીત ગણાતા ગુજરાતમાં હવે માસૂમ બાળકીઓ નરાધમોના નિશાને છે. બે દિવસમાં બે હિંચકારી ઘટનાથી હવે માસૂમ બાળકીઓની સુરક્ષા પર સવાલ ઊભા કર્યા છે. સુરત બાદ બનાસકાંઠામાં પણ નરાધમે 9 વર્ષની માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવી. બનાસકાંઠાના પાલનપુરમાં શ્રમજીવી પરિવારની બાળકી પર ભાગીદારે જ ખેતરમાં દુષ્કર્મ આચર્યું. જો કે બાળકીએ બૂમાબૂમ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા. પરંતુ હસખોર હેવાન ત્યાંથી ભાગી છૂટ્યો હતો. હાલ પોલીસે નરાધમ રાવતા ખોખરિયા સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે..તો બીજી તરફ સુરતમાં ઊંઘતી નવ વર્ષની માસૂમ બાળકીને શેરડીના ખેતરમાં લઈ જઈ નરાધમે દુષ્કર્મ આચર્યું..જે બાદ બાળકી રડતા રડતા ઘરે પહોંચી તો પરિવારજનોના પગ નીચેથી ધરતી ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ. માસૂમ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને પોલીસે નરાધમને પકડવા તપાસ હાથ ધરી. પરંતુ સવાલ એ થાય છે ક્યાં સુધી આ હેવાનો માસૂમ બાળકીઓની આવી રીતે પીંખતા રહેશે..
બનાસકાંઠા જિલ્લામાં સતત દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજબરોજ જિલ્લાના અનેક પોલીસ મથકોમાં દુષ્કમોની ઘટનાઓને પોલીસ ફરિયાદો નોંધાઇ રહી છે, જેને લઈને અનુમાન લગાવી શકાય કે આરોપીઓને પોલીસનો ડર કે ખોફ રહ્યો નથી. ગઈકાલે જ પાલનપુર તાલુકાના હસનપુરમાં હવસ ભૂખ્યા નરાધમે 9 વર્ષની બાળકી ઉપર આચર્યું દુષ્કર્મ આચર્યું હતું. શ્રમજીવી પરિવારની 9 વર્ષની બાળકી ખેતરમાં રમી રહી હતી ત્યારે બાજુના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા નરાધમે બાળકી ઉપર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. જોકે બાળકીએ બૂમાબૂમ કરતા તેની માતા સહિત અન્ય લોકો દોડી આવતા આરોપી નરાધમ થયો ફરાર થઈ ગયો હતો. તે બાદ ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી અને બાળકીના પરિવારે આરોપી નરાધમ રાવતાભાઈ ખોખરીયા સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
તો બીજી તરફ બે દિવસ પહેલા અમીરગઢના ઉપલાબંધની આશ્રમશાળાના શિક્ષકે પોતાના મિત્રની પત્ની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. અમીરગઢના ઉપલાબંધની માધ્યમિક આશ્રમશાળાના શિક્ષકની હવસભરી કરતૂતથી શિક્ષણ બેડામાં ચકચાર મચી છે, શિક્ષકે પોતાના મિત્રની પત્ની ઉપર બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારતા અમીરગઢ પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષકને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો જિલ્લામાં સતત દુષ્કર્મની ઘટનાઓ ચિતાજનક બની રહી છે જેને લઈને લોકોમાં રોષ ફેલાયો છે.
સળગતા સવાલ
- ક્યાં સુધી હવસખોરો માસૂમને બનાવશે નિશાન?
- ક્યાં સુધી હવસખોરો પીંખશે માસૂમ બાળકીઓને?
- ક્યારે થશે હવસખોરો સામે દાખલારૂપ કાર્યવાહી?
- સુરક્ષીત ગુજરાતમાં બાળકીઓ કેમ અસુરક્ષીત?
- નરાધમોથી કોણ બચાવશે માસૂમ બાળકીઓને?
સુરતમાં 9 વર્ષની બાળકી પર બળાત્કાર
ગઈકાલે પલસાણાના માખીંગા ખાતે 9 વર્ષીય માસુમ બાળકી પર બળાત્કારની ઘટના બની હતી. બળાત્કારીએ સુતેલી માસુમ બાળકીને શેરડીના ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. બાળકી રડતી રડતી ઘરે પહોંચતા પરિવારજનોને જાણ કરી હતી, જેથી પલસાણા પોલીસ અને સુરત ગ્રામ્ય LCB પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકીને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. પોલીસે ફૂટેજ આધારે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. Cctv ફૂટેજ આરોપી સુધી પહોંચવા મહત્વની કડી સાબિત થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે