Diesel વાહનો થશે મોંઘા? નીતિન ગડકરીએ કર્યો મોટો ખુલાસો, EV નો આવશે જમાનો!

Diesel Vehicles: ભારતમાં ડીઝલ વાહનો વધુ મોંઘા થઈ શકે છે કારણ કે કેન્દ્ર સરકાર તેમના પર 10% વધારાની ડ્યુટી લાદી શકે છે. આ પ્રસ્તાવ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય તરફથી આવ્યો હોવાના સમાચાર વહેતા થતા હતા. જેને લઇને નિતિન ગડકરીએ ટ્વીટ કરીને ખુલાસો કર્યો છે. 

Diesel વાહનો થશે મોંઘા? નીતિન ગડકરીએ કર્યો મોટો ખુલાસો, EV નો આવશે જમાનો!

Additional 10% Duty On Diesel Vehicles: ભારતમાં ડીઝલ વાહનો વધુ મોંઘા થઈ શકે છે કારણ કે કેન્દ્ર સરકાર તેમના પર 10% વધારાની ડ્યુટી લાદી શકે છે. આ પ્રસ્તાવ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય તરફથી આવ્યો હોવાના સમાચાર વહેતા થતા હતા. જેને લઇને નિતિન ગડકરીએ ટ્વીટ કરીને ખુલાસો કર્યો છે. ડીઝલ વાહનોના વેચાણ પર વધારાના 10% GST સૂચવતા મીડિયા અહેવાલો અંગે સ્પષ્ટતા કરવાની તાતી જરૂર છે. તે સ્પષ્ટ કરવું જરૂરી છે કે હાલમાં સરકાર દ્વારા સક્રિય વિચારણા હેઠળ આવી કોઈ દરખાસ્ત નથી. 2070 સુધીમાં કાર્બન નેટ ઝીરો હાંસલ કરવા અને ડીઝલ જેવા જોખમી ઇંધણ તેમજ ઓટોમોબાઇલ વેચાણમાં ઝડપી વૃદ્ધિને કારણે વાયુ પ્રદૂષણના સ્તરને ઘટાડવાની અમારી પ્રતિબદ્ધતાઓને અનુરૂપ, ક્લીનર અને હરિયાળા વૈકલ્પિક ઇંધણને સક્રિયપણે અપનાવવું હિતાવહ છે. આ ઇંધણ આયાત અવેજી, ખર્ચ-અસરકારક, સ્વદેશી અને પ્રદૂષણ મુક્ત હોવા જોઈએ.

— Nitin Gadkari (@nitin_gadkari) September 12, 2023

ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ મજબૂત થયો
નીતિન ગડકરીએ કહ્યું કે 'ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ 2014માં વિશ્વમાં સાતમા સ્થાને હતો, આજે તે ત્રીજા સ્થાને છે. આત્મનિર્ભર ભારતનો ઉદ્દેશ્ય વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનો છે. આ ઉદ્યોગ 10 કરોડ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર આપશે. તેમણે એમ પણ કહ્યું કે 'G20 દરમિયાન વૈશ્વિક બાયોફ્યુઅલ એલાયન્સ અંગે સર્વસંમતિ સધાઈ છે.'

EV અને રિન્યુએબલ એનર્જીમાં શિફ્ટ થવાનો યોગ્ય સમય
ગડકરીએ કહ્યું કે 'ડીઝલ અને પેટ્રોલ છોડીને EV અને રિન્યુએબલ એનર્જી તરફ જવાનો આ શ્રેષ્ઠ સમય છે. લોકો અને ઉદ્યોગોને અશ્મિભૂત ઇંધણ એન્જિનથી આગળ વધવાની અપીલ છે. તેમણે કહ્યું કે 'આગળ વધવા અને વિશ્વ બજારમાં સ્પર્ધાત્મક બનવા માટે લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાની જરૂર છે. આ માટે તમામ રસ્તાઓને બંદર સાથે જોડવામાં આવી રહ્યા છે. તેનાથી નિકાસ સરળ બનશે.

નાણા મંત્રી સાથે મુલાકાત
તેમણે એમ પણ કહ્યું કે અમે 89 ટકા અશ્મિભૂત ઇંધણની આયાત કરીએ છીએ. વિશ્વ બાયોફ્યુઅલ એલાયન્સ સાથે આગળ વધશે. બાયોફ્યુઅલ પર ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે ઉર્જા આયાતકારમાંથી નિકાસકાર બની શકીએ છીએ. ગડકરીએ જણાવ્યું કે તેમની આજે નાણામંત્રી સાથે તેમના ઘરે બેઠક છે. આ બેઠકમાં તેઓ ડીઝલ વાહનો પર વધારાની 10% ડ્યુટી અંગે ચર્ચા કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news