રાપરના વકીલ દેવજી મહેશ્વરીની હત્યાનો આરોપી મુંબઈથી ઝડપાયો

આ હત્યાથી કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી પર સવાલ ઉઠી રહ્યા છે. વ્યવસાયે વકીલ તેવા વ્યક્તિની હત્યા થઇ જતા સમગ્ર રાપરમાં ચકચાર મચી જવા પામી છે. 

રાપરના વકીલ દેવજી મહેશ્વરીની હત્યાનો આરોપી મુંબઈથી ઝડપાયો

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છના રાપરમાં બે દિવસ હેલા જાહેરમાં વકીલ દેવજીભાઇ મહેશ્વરી (devji maheshwari) ની ઘાતકી હત્યા થઇ હતી. ત્યારે આ હત્યાના પડઘા ગાંધીનગર સુધી પહોંચ્યા છે. આરોપીઓને તાત્કાલિક પકડવા માંગ ઉઠી હતી. ત્યારે રાપર વકીલ મર્ડર કેસ (murder case) માં મુખ્ય આરોપીની ધરપકડ થઈ છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને પૂર્વ કચ્છ પોલીસે મુંબઈથી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આ હત્યાથી કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી પર સવાલ ઉઠી રહ્યા છે. વ્યવસાયે વકીલ તેવા વ્યક્તિની હત્યા થઇ જતા સમગ્ર રાપરમાં ચકચાર મચી જવા પામી છે. 

ધારાશાસ્ત્રી દેવજી મહેશ્વરીની હત્યાના મામલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ હતી. આ પ્રકારે થતા ધારાશાસ્ત્રી પરના હુમલાઓ નિંદનીય છે તેવું કાઉન્સિલે જણાવ્યું. તેમજ હત્યારાઓને ઝડપી પકડી પાડવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત ધારાશાસ્ત્રીઓ પર થતા હુમલાઓ અટકાવવા એડવોકેટ પ્રોટેક્ટશન એક્ટ બનાવવા રજૂઆત કરી. 

ગઈકાલે દેવજીભાઈ મહેશ્વરીની હત્યાની વિરોધમાં સમગ્ર કચ્છમાં ઠેરઠેર ચકાજામ કરાયું હતું. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા ભૂજ માધાપરમાં ચક્કાજામ કરાયું હતું. જેથી એસપી સૌરભસિંઘ ખુદ માધાપર દોડી આવ્યા હતા. એસપીએ કહ્યું હતું કે, પોલીસ પોતે પણ જ્યાં સુધી આરોપી ના પકડાય ત્યાં સુધી સૂવાની નથી. જેના બાદ અગ્રણીઓ સાથે વાટાઘાટો કરી સમજાવટ કરી હતી. આ ઉપરાંત રાપર આરોગ્ય કેન્દ્રમાં લોકો એકઠા થયા હતા અને આરોપી ન પકડાય ત્યા સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, રાપરના વકીલ દેવજી મહેશ્વરીની સરા જાહેરા તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરવામાં આવી હતી. તેમની ઓફિસ બહાર જ ખૂની ખેલ ખેલાયો હતો. ત્યારે રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ આ વિશે કહ્યું હતું કે, પોલીસ દ્વારા કડક કાર્યવાહી નથી થતી. વકીલ દેવજી મહેશ્વરીના હત્યાના આરોપીને તાત્કાલિક પોલીસ દ્વારા પકડવામાં આવે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news