રાજપીપળાના રાજવી માનવેન્દ્રસિંહ બનાવશે દેશનું પ્રથમ ગે ઓલ્ડએજ હાઉસ

સમલૈગિકો માટે દેશનું પ્રથમ ગે ઓલ્ડ એજ હોમ પ્રિન્સ માનવેન્દ્રસિંહ બનાવી રહ્યા છે નર્મદા જિલ્લાના નર્મદાનદીના કિનારે તેનું નિર્માણ કરવામાં આવશે.

રાજપીપળાના રાજવી માનવેન્દ્રસિંહ બનાવશે દેશનું પ્રથમ ગે ઓલ્ડએજ હાઉસ

જયેશ દોશી/રાજપીપળા: સમલૈગિંક સંબંધને અત્યારસુધી અનૈતિક અને ગુનાહિત માનવામાં આવતો હતો પરંતુ સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ હવે આ ગુન્હો નથી. ત્યારે કેટલાય સમલૈંગિક બહાર પડશે ત્યારે આવા સમલૈગિક સંબંધ રાખનારા લોકો માટે વૃધ્ધાવસ્થામાં જવું કઠીન બની જાય છે. આવી પરિસ્થિતિમાં તેઓને સામન્ય લોકો આજુબાજુમાં રહેવા પણ નથી દેતા ત્યારે આવા સમલૈગિકો માટે દેશનું પ્રથમ ગે ઓલ્ડ એજ હોમ પ્રિન્સ માનવેન્દ્રસિંહ બનાવી રહ્યા છે નર્મદા જિલ્લાના નર્મદાનદીના કિનારે તેનું નિર્માણ કરવામાં આવશે.

50થી વધુ કોટેજના રૂમો બનાવાશે
નર્મદા નદીના કિનારે આવેલા નાંદોદ તાલુકાના હનમંતેશ્વર ગામ નજીક હાલ ત્રણ રૂમના કોટેજને ગે ઓલ્ડએજ હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આગામી દિવસોમાં અહિંયા ખાસ વ્યવસ્થા ઉભી કરાશે. અહીંયા ૧૫ એકર જમીન વિસ્તારમાં 50 થી વધુ કોટેજને રૂમો બનાવાશે.કેમકે સરકારદ્વારા તાજેતર માંજ સમલૈંગિકોના સબંધ ને મંજૂરી મળી ગઈ છે ત્યારે હવે દુનિયા ભર ના સમલિંગીકો બહાર આવશે અને જો તેમના સબન્ધીઓ તેમનો ત્યાગ કરે તો તેઓ ને સારો આસરો મળે તે માટે રાજપીપળાના રાજકુંવર માન્વેન્દ્રસિંહ ખાસ આ ઓલ્ડ એજ ગેય હૉઉસ બનવી રહ્યા છે.

રહેવાની સુવિધા સાથે મળશે વ્યવસાયની સુવિધા
અહીં માત્ર રહેવાની સુવિધા નહિ હોય પણ આ સમલિંગીકો ને વ્યવસાય પણ મળી રહે તે માટે પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર પણ બનવવામાં આવશે વળી તેમને સંગીત થેરાપી દ્વારા શાંતિ મળે તેની પણ કાળજી રાખશે. આ તમામ કાર્ય કરવા માટે હાલ તો આ રાજકુમાર માનવેન્દ્ર સિંહ નાણાં એકઠા કરી રહ્યાં છે અને આગામી જુલાઈ 19 સુધીમાં અહીં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેઓ આશા વ્યક્ત કરી હતી છે. પોતે હિંમત ભેર ગે હોવાનું જાહેર કરનાર આ રાજકુમારે પોતાનુ જ નહિ પણ બીજાનું પણ ભલું કરવા નો આ જે પ્રયાસ કર્યો છે તે ખરેખર પ્રસંશનીય છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news