શું PM મોદીનો 'આ' ફોર્મ્યુલા ઉપયોગી થશે? આ રીતે સસ્તુ થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ

ડોલરની સરખામણીમાં ગગડતા જતા રૂપિયા અને ક્રુડ ઓઈલના સતત વધતા ભાવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લગાડી દીધી છે.

શું PM મોદીનો 'આ' ફોર્મ્યુલા ઉપયોગી થશે? આ રીતે સસ્તુ થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ

નવી દિલ્હી: ડોલરની સરખામણીમાં ગગડતા જતા રૂપિયા અને ક્રુડ ઓઈલના સતત વધતા ભાવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લગાડી દીધી છે. પેટ્રોલ ડીઝલની કિંમતો હાલ વિક્રમજનક સ્તર પર છે. ઓઈલ કંપનીઓ સતત ભાવવામાં વધારો કરી રહી છે. પહેલીવાર દિલ્હીમાં પેટ્રોલના ભાવ 80ની ઉપર ગયાં છે અને ડીઝલ 72.61 રૂપિયા પ્રતિ લીટરના ભાવે છે. ગત એક મહિનામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો  છે. એક્સાઈઝ ડ્યૂટીમાં કાપની માગણીને લઈને ટેક્સ હટાવવા સુદ્ધાના માગણી થઈ રહી છે. જીએસટીમાં પેટ્રોલ ડીઝલને લાવવાનો વિચાર થઈ રહ્યો છે. પરંતુ હજુ કોઈ પરિણામ આવ્યું નથી. સરકાર પણ પેટ્રોલ ડીઝલના ભાવોને લઈને પરેશાન છે. પરંતુ એક્સાઈઝ ડ્યૂટી હટાવવા કે ટેક્સ હટાવવાથી સરકારને મોટુ નુકસાન થઈ શકે છે. 

એક્સાઈસ ડ્યૂટી ઘટાડી તો શું થશે
સરકાર જો પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઓછી કરે તો પણ વધુમાં વધુ 2 રૂપિયા ઓછી થશે. જો કે સરકાર આ માટે લાંબા ગાળાના ઉપાયને વિચારી રહી છે. વાત જાણે એમ છે કે એક્સાઈઝ ડ્યૂટી ઘટાવાથી ચાલુ ખાતાની ઘાદ્ય લક્ષ્યાંકથી ઉપર જઈ શકે છે. આ સાથે જ નાણાકીય ખાદ્ય પણ વધી શકે છે. આથી સરકાર 2 રૂપિયાના ઘટાડા કરતા કઈક મોટો વિકલ્પ શોધી રહી છે. જેનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘણા સસ્તા થઈ શકે. 

PM મોદીનો આ ફોર્મ્યુલા આવશે કામ
મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવનો લાંબા ગાળાનો વિકલ્પ શોધી રહી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદીએ એક સૂચન કર્યુ છે. તેલ કંપનીઓને ભાવ વધારતી રોકવા માટે આ ફોર્મ્યુલા કારગર સાબિત થઈ શકે છે. વાત જાણે એમ છે કે સરકાર ઓઈલ કંપની ઓએનજીસી પર વિંડફોલ ટેક્સ લગાવવાની તૈયારી કરી રહી છે. જેનાથી પેટ્રોલ ડીઝલના ભાવોમાં મોટો ઘટાડો સંભવ છે. પરંતુ સવાલ એ છે કે શું આ ફોર્મ્યુલા પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવા માટે પૂરતો છે ખરા?

પેટ્રોલ ડીઝલના ભાવ પર લાગશે નિયંત્રણ
સીનિયર એનાલિસ્ટ અરુણ કેજરીવાલના જણાવ્યાં મુજબ વિંડફોલ ટેક્સમાં ભારતીય ઓઈલ કંપનીઓ માટે ક્રુડ ઓઈલની કિંમત 70 ડોલર પ્રતિ બેરલ સુધી નિર્ધારીત કરી શકાય છે. તેમણે જણાવ્યું કે જો આ યોજના અમલમાં આવશે તો ભારતીય ઓઈલ ફિલ્ડથી ઓઈલ કાઢીને તેને આંતરરાષ્ટ્રીય કિંમતો પર વેચનારી ઓઈલ કંપનીઓ જો 70 ડોલર પ્રતિ બેરલના ભાવથી વધુ પેટ્રોલ વેચે તો તેમની આવકનો અમુક ભાવ સરકારને આપવો પડશે. જેનાથી પેટ્રોલ-ડીઝલના ભાવો નિયંત્રિત થઈ શકશે. 

શું છે વિંડફોલ ટેક્સ
વિંડફોલટેક્સ એક પ્રકારનો વિશેષ ટેક્સ છે. તેના દ્વારા મળતી રેવન્યુનો ફાયદો ફ્યુલ રિટેલર્સને આપવામાં આવશે. જેનાથી તે કિંમતોમાં વધારાને ઓબ્ઝર્વ કરી શકે. ગ્રાહકોને તત્કાળ રાહત આપવા માટે સરકાર વિંડફોલ ટેક્સ લગાવી શકે છે. વિંડફોલ ટેક્સ દુનિયાના અનેક વિક્સિત દેશોમાં અમલમાં છે. યુકેમાં 2011માં ઓઈલના ભાવો 75 ડોલર પ્રતિ બેરલથી ઉપર જતા ટેક્સ રેટ વધારી દેવાયો હતો. જે નોર્થ સી ઓઈલ અને ગેસથી મળનારા પ્રોફિટ પર લાગુ થયો હતો. આ પ્રકારે ચીને 2006માં ડોમેસ્ટિક ઓઈલ પ્રોડ્યુસર્સ પર સ્પેશન અપસ્ટ્રીમ પ્રોફિટ ટેક્સ લગાવ્યો હતો.

ક્રુડની કિમતો ઉપર જતા લાગશે ટેક્સ
સૂત્રોના જણાવ્યાં મુજબ મોદી સરકાર વિંડફોલ ટેક્સને ઓઈલના ભાવોમાં આગઝરતી તેજીને કાબુમાં રાખવાના એક સ્થાયી સમાધાનના વિકલ્પ તરીકે જોઈ રહી છે. સરકાર તરફથી આ ટેક્સ સેસ તરીકે પણ લગાવવામાં આવી શકે છે અને ઓઈલના બાવો 70 ડોલર પ્રતિ બેરલની ઉપર જતા તે આપવો પડશે. 

રાજ્યો પણ ઘટાડશે વેટ
ઓઈલ કંપનીઓ પર ટેક્સ અને એક્સાઈઝ ડ્યૂટીમાં કપાત ઉપરાંત સરકાર રાજ્યોને વેટ અને સેલ્સ ટેક્સમાં કાપ મૂકવાનું પણ જણાવી શકે છે. પેટ્રોલની વધતી કિંમતોથી પરેશાન લોકોને આ પગલાંથી તત્કાળ થોડી રાહત મળે તેવું અનુમાન છે. સરકાર અને ખાનગી બંને ઓઈલ ઉત્પાદક કંપનીઓ બંનેને સેસ લગાવવાની વિચારણા છે. બધુ થઈને એવી અટકળો થઈ રહી છે કે આ બધાના કારમએ પેટ્રોલના ભાવોમાં 5-7 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. જો કે આ એક અનુમાન છે, હજુ સરકાર તરફથી આવા કોઈ કાપને નિર્ધારિત કરવામાં આવ્યો નથી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news