રાજકોટ : પુત્રના 99.98 પર્સન્ટાઈલ જોઈ ચાની કીટલી-સામાન્ય ખેતી કરનાર પિતાની આંખ થઈ ભીની

સફળતા માત્ર મહેનત કરનારને જ મળે છે. આ વાત વધુ એકવાર રાજકોટન એક ખેડૂત પુત્રએ સાબિત કરી બતાવી છે. અથાગ મહેનતના પરિણામે ક્રિસ્ટલ સ્કૂલમાં અભ્યાસ કરતા પ્રિન્સ ભરતભાઇ બારડ નામના આ વિદ્યાર્થીએ ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષામાં 99.98 પર્સન્ટાઈલ મેળવી માતા-પિતા અને શાળાનું નામ રોશન કરી બતાવ્યું છે.
રાજકોટ : પુત્રના 99.98 પર્સન્ટાઈલ જોઈ ચાની કીટલી-સામાન્ય ખેતી કરનાર પિતાની આંખ થઈ ભીની

રક્ષિત પંડ્યા/રાજકોટ :સફળતા માત્ર મહેનત કરનારને જ મળે છે. આ વાત વધુ એકવાર રાજકોટન એક ખેડૂત પુત્રએ સાબિત કરી બતાવી છે. અથાગ મહેનતના પરિણામે ક્રિસ્ટલ સ્કૂલમાં અભ્યાસ કરતા પ્રિન્સ ભરતભાઇ બારડ નામના આ વિદ્યાર્થીએ ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષામાં 99.98 પર્સન્ટાઈલ મેળવી માતા-પિતા અને શાળાનું નામ રોશન કરી બતાવ્યું છે.

ઘોડે બેસીને પરણવા જઈ રહેલા યુવકને ખબર ન હતી કે, તેની માતા હવે થોડા સમયની જ મહેમાન છે  

પુત્રની આ સફળતાથી ખૂબ ખુશખુશાલ બનેલા પ્રિન્સના પિતા ભરતભાઈએ જણાવ્યું હતું કે, તેઓ અબુંજા સિમેન્ટ ફેક્ટરી નજીક નાનકડી ખેતી ધરાવે છે. સાથે જ પાન અને ચાની કેબીન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પુત્ર પ્રિન્સને ભણવાનો શોખ હોવાથી પોતે કરકસર કરીને ધોરણ-9થી જ તેને રાજકોટ મોકલ્યો હતો. અને કોઈપણ રીતે તેની જરૂરિયાત પૂરી કરવાના પ્રયાસ કર્યા હતા.

માતા-પિતાની આર્થિક પરિસ્થિતિથી સારી પેઠે વાકેફ પ્રિન્સ પણ ભણવા માટે બાકી બધું ભૂલીને મહેનતમાં લાગી ગયો હતો. પ્રિન્સને તેની આ મહેનતનું ફળ મળ્યું છે. અને તેણે બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી છે. જો કે તે આટલેથી જ અટકવા માંગતો નથી. ધોરણ 12 માં સાયન્સ રાખીને ડોક્ટર અથવા એન્જીનીયર બનવાનું પોતાનું સ્વપ્ન હોવાનું તેણે જણાવ્યું હતું.

ગરબે ઘૂમીને વિદ્યાર્થીઓ વ્યક્ત કરી ખુશી 
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યમાં રાજકોટ જીલ્લો ત્રીજા ક્રમે આવ્યો હતો. રાજકોટ જીલ્લામાં 43,963 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજકોટ જીલ્લાનું 73.92 ટકા પરિણામ જાહેર થતા રાજ્યમાં ત્રીજા ક્રમે આવ્યો હતો. એ-1 ગ્રેડમાં રાજકોટ જિલ્લામાં 867 વિદ્યાર્થીઓ, એ-2 ગ્રેડમાં રાજકોટ જીલ્લામાં 3495 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ગત વર્ષે ધોરણ 10નું 67.05 ટકા પરીણામ આવ્યું હતું. જોકે આ વર્ષે પરીણામમાં વધારો થતા વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળી હતી. પરીણામને લઇને રાજકોટમાં વિદ્યાર્થીઓ ગરબે ધુમ્યા હતા અને એક બીજાને મોં મીઠા કરાવી ખુશી વ્યક્ત કરી હતી. તો બીજી તરફ સ્કુલ સંચાલકોએ પણ વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news