ધોરાજીમાં ઉમેદવારી પરત ખેંચનાર ભાજપના ઉમેદવારે ઝેર પીધું
Trending Photos
- ડો. ચિરાગ દેસાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે
- ચિરાગ દેસાઈના પિતાએ કહ્યું કે, તેમનો પુત્ર ચિરાગ ચૂંટણીને લઈને ટેન્શનમાં હતો
દિનેશ ચંદ્રવાડિયા/રાજકોટ :રાજકોટમાં તાલુકા પંચાયતના ફોર્મ પાછું ખેંચનાર ભાજપના ઉમેદવાર ચિરાગ દેસાઈએ ઝેરી દવા પીધી છે. તેમણે એક દિવસ પહેલા પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું હતું, જેના બાદ કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા હતા. જોકે, ચિરાગ દેસાઈએ કયા કારણોસર ઝેરી દવા પીધી તે હજી જાણી શકાયુ નથી.
આ પણ વાંચો : રાજ્યસભાના ભાજપના ઉમેદવારો આજે ફોર્મ ભરશે, પણ કોંગ્રેસ હજી અવઢવમાં...
પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરાજીની ઝાંઝમેરની તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવાર ડો.ચિરાગ રમેશભાઈ દેસાઈએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. તેમણે પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું હતું. ભાજપના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ વિજેતા બન્યા છે. ઝાંઝમેર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમા બિન હરીફ વિજેતા જાહેર થયા છે. આમ, કોંગ્રેસની પ્રથમ બેઠક બિનહરીફ વિજેતા બની છે. ત્યારે ઉમેદવારી પરત ખેંચવાના બીજા જ દિવસે ડો. ચિરાગ ઝવેરીએ ઝેરી દવા પીધી હતી.
ડો. ચિરાગ દેસાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે. ચિરાગ દેસાઈના પિતાએ કહ્યું કે, તેમનો પુત્ર ચિરાગ ચૂંટણીને લઈને ટેન્શનમાં હતો. જેથી તેમણે ઝેરી દવા પીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે