રાજપરિવારની મિલકત માટે કાકા-ભત્રીજા આમને-સામને : હવે માંધાતાસિંહ જાડેજાએ કર્યો ખુલાસો

રાજપરિવારની મિલકત માટે કાકા-ભત્રીજા આમને-સામને : હવે માંધાતાસિંહ જાડેજાએ કર્યો ખુલાસો
  • માંધાતાસિંહ જાડેજાએ કહ્યું, રાજ પરિવાર વિશે ફેલાવવામાં આવી રહેલી વાતો પાયાવિહોણી
  • તેમણે કહ્યું કે, પ્રહલાદસિંહ જાડેજાને એમનો હિસ્સો પ્રદ્યુમ્નસિંહે પોતાની હયાતીમાં જ આપી દીધો હતો, હવે કોઈનો હક રાજ પરિવારની મિલકત પર બનતો નથી
  • પત્રકાર પરિષદમાં જાહેર થયેલી વિગતો તથ્ય વિહોણી ગણાવતા રાજકોટના મહારાજા

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટના રાજપરિવારની મિલકતને લઈને જે વાતો ચાલી રહી છે તે અંગે રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું છે કે પત્રકાર પરિષદમાં જે કંઈ પણ જેમના દ્વારા કહેવામાં આવ્યું છે એ બિનજરૂરી અને તદ્દન પાયા વગરનું છે. આમ તો આ મામલો જ પરિવારનો છે એને જાહેરમાં લઈ જવાની જરુર નથી અને એના કરતાં પણ અગત્યનું એ છે કે જે વિગતો રણશૂરવીરસિંહ જાડેજાએ જાહેર કરી છે એ સત્યથી તદ્દન વેગળી છે.

માંધાતાસિંહે આજે એક યાદીમાં જણાવ્યું કે, રાજકોટ રાજપરિવારની એક આગવી પ્રતિષ્ઠા છે એના વતી કે એના વિશે આમ જાહેરમાં પાયા વગરની વાત કરવાનો કોઈને અધિકાર નથી. અમારા ધ્યાને આવ્યું છે કે અમારા જ કુટુંબી રણશૂરવીરસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં અમારા પૂર્વજ, રાજકોટના પુર્વ ઠાકોર સાહેબ પ્રદ્યુમ્નસિંહજી જાડેજાની મિલકતના તેઓ સીધી લીટીના વારસદાર હોવાની વાત કરી છે. તેમજ કેટલીક મિલકતો પર પોતાનો હક છે એવું જણાવ્યું છે પરંતુ આ વાતમાં કોઈ વજુદ નથી.

મારા પિતા મનોહરસિંહના નાના ભાઈ પ્રહલાદસિંહ જાડેજા એટલે કે રણશૂરવીરસિંહના દાદાબાપુને એમના હિસ્સાની મિલકત પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ પોતે જ આપી દીધી હતી. એમના પુત્ર અનિરુદ્ધસિંહજીએ પણ અગાઉ કોર્ટમાં આ વાત કબુલ કરી છે. માટે હવે પ્રહલાદસિંહના કોઇ પરિવારજનનો હિસ્સો રાજકોટ રાજ પરિવારની કોઇ મિલકત પર રહેતો નથી. આવી રીતે માધ્યમોમાં અલગ અલગ વાત ફેલાવીને તે લોકો રાજકોટની પ્રજામાં ગેરસ ફેલાવી રહ્યા છે તે દુઃખદ છે. વાસ્તવમાં આવો કોઈ વિવાદ કે કોઈ મુદ્દો જ અસ્તિ નથી.

આ પણ વાંચો : કચ્છના સૌથી સુંદર બીચ પર આવી ચઢ્યું એવુ જીવ કે જોઈને ચીતરી ચઢી જાય

રાજકોટના રાજવી પરિવારમાં મિલકત વિવાદ ધેરો બન્યો છે. 17માં ઠાકોર માંધાતાસિંહ જાડેજાનાં કૌટુંબિક ભત્રીજા રણશૂરવીરસિંહ જાડેજાએ ગઈકાલે પત્રકાર પરિષદ યોજીને રાજપરિવાર પર અનેક આરોપો મૂક્યા છે. જેમાં તેને અને તેમના પરિવારને અન્યાય થયો હોવાનો દાવો કર્યો હતો. આ સાથે જ પ્રાંત અધિકારી સહિતનાં અધિકારીઓએ રૂપિયા 10 કરોડની માંગ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરી છે. રણશૂરવીરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2016માં મામલતદાર કચેરીના અધિકારી કે. કે. જાડેજાએ 10 કરોડ માગ્યા હતા તેમજ પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ ભ્રષ્ટાચાર કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news