માંધાતાસિંહ જાડેજા News

રાજકોટ રાજપરિવારની મિલકતનો વિવાદ વકર્યો, વધુ એક સદસ્યએ પોતાનો હિસ્સો માંગ્યો
રાજકોટ (Rajkot) ના રાજવી પરિવારનો મિલકતનો વિવાદ વકર્યો છે. બહેન બાદ હવે ભત્રીજાએ રાજકોટના રાજવી માંધાતાસિંહ સામે દાવો માંડ્યો છે. રણશૂરવીરસિંહ જાડેજાએ વીલ મામલે ન્યાયની માંગ કરી છે. મનોહરસિંહજી અને તેમના પિતા પ્રદ્યુમનસિંહજીના વસિયતનામાને ખોટો હોવાનો કહી રાજપરિવાર (royal family) ની તમામ મિલકતોમાં પોતાનો હિસ્સો માગ્યો છે. તેમણે વડીલોપાર્જિત મિલકતની વહેંચણી ન કરાઈ હોવાનો આરોપ કર્યો છે. આ મિલકતોમાં 11 મિલકતો કે જેમાં 675 એકર ખેતીની જમીન, વીડી તેમજ રાંદરડા તળાવની જગ્યા અને જે મિલકત મામલે ભાઈ-બહેન વચ્ચે વિવાદ ચાલતો હતો તે માધાપરની જમીન અને સરધારના દરબારગઢનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જે પણ મિલકતોનો ઉલ્લેખ નથી તે માટે પણ કેસ દાખલ કર્યો છે. દાવામાં માધાપરની મિલકતનો ખાસ ઉલ્લેખ કરાયો છે. 
Sep 1,2021, 10:57 AM IST
મિલકત માટે ઝઘડતો રાજકોટનો રાજપરિવાર રહે છે આ ભવ્ય મહેલમાં, Photos
Aug 28,2021, 11:41 AM IST
રાજતિલક: રાજકોટના રાજવીની ભવ્ય નગરયાત્રા, જુઓ ડ્રોન નજારો
Jan 28,2020, 18:05 PM IST
દિલ્હીના રાજપથમાં નીકળે તેવી ભવ્યાતિભવ્ય નગરયાત્રામાં નીકળ્યા માંધાતાસિંહ
Rajkot Rajvi Mandhatasinh Jadeja Rajtilak: રાજકોટ (Rajkot) આજે એક ઐતિહાસિક પળનું સાક્ષી બન્યું છે. રાજકોટવાસીઓ ખરેખર નસીબદાર છે કે, તેઓને 21મી સદીમાં કોઈ રાજાનો રાજ્યાભિષેક જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસના ભવ્ય સમારોહનો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે. આઝાદી કાળ બાદ આખા ભારતમાં ક્યાંય જોવા મળી ન હોય એવો માંધાતાસિંહ જાડેજા (mandhata sinh jadeja)નો રાજ્યભિષેક રાજકોટના આંગણે યોજાવા જઈ રહ્યો છે. ત્યારે સવારથી જ નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે રાજસૂય યજ્ઞ બાદ બપોરે રાજપૂતાણીઓનો તલવાર રાસ અને હવે નગરના 17મા રાજા બનવા જઈ રહેલા માંધાતાસિંહ જાડેજા નગરયાત્રાએ નીકળ્યા છે. આ નગરયાત્રા એટલી લાંબી છે કે, તેનો અંતિમ છેડો રાજકોટની સડકો પર શોધવો હાલ મુશ્કેલ બન્યો છે.
Jan 30,2020, 11:42 AM IST
Pics : માંધાતાસિંહ જાડેજાને રાજતિલકની ભેટ, 2126 રાજપૂતાણીઓએ તલવાર રાસ રમીન
Jan 28,2020, 15:19 PM IST
રાજવી માંધાતાસિંહ જાડેજાના રાજતિલકના અવસરને રુડો બનાવશે 3000 રાજપૂતાણીઓ...
રાજકોટ (Rajkot) ના નવા રાજવી માંધાતાસિંહજી (mandhata sinh jadeja) ના રાજ્યાભિષેકના રૂડા અવસરની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત 3 દિવસ વિવિધ કાર્યક્રમ યોજાનાર છે. રાજ્યમાં સર્વપ્રથમ વખત ભવ્યાતિભવ્ય રાજ્યાભિષેક સમારંભ તારીખ 28 29 અને 30 રાજકોટમાં થવાનો છે. રાજકોટના રાજ પરિવારના માંધાતાસિંહ જાડેજાનું રાજતિલક (Raj Tilak) થશે. આ રાજતિલક પ્રસંગ ઐતિહાસિક હશે. દેશભરમાંથી રાજવી પરિવારો આર્થિક સામાજિક ધાર્મિક ક્ષેત્રના મહાનુભાવો રાજતિલક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ રાજ્યાભિષેકના અવસર પ્રસંગે નગરયાત્રા તલવાર બાજી અને પરંપરાગત અનેકવિધ કાર્યક્રમો રાજ પરિવારની ઐતિહાસિક ઘડીની સાક્ષી પૂરશે. ત્યારે આ પ્રસંગે રાજપૂત સમાજની 3000 વીરાંગનાઓ તલવારબાજી કરી ઈતિહાસ સર્જવા જઈ રહી છે. આ તલવારબાજીમાં ભાવનગર ગોહિલવાડ રાજપૂત સમાજની 350 દીકરીઓ અને મહિલાઓ પણ ભાગ લેશે. ભાવનગર રાજપૂત બોર્ડીંગ ખાતે આ વીરાંગનાઓ તલવારબાજીની પ્રેક્ટિસ કરી રહી છે. આટલા મોટા પ્રમાણમાં મહિલાઓ સતત 12 મિનીટ તલવારબાજીના કરતબ કરશે. જે નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કરશે. આ પ્રસંગે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. 
Jan 26,2020, 9:07 AM IST

Trending news