મહિલા ASI અને કાન્સ્ટેબદના આપઘાત બાદ રાજકોટ પોલીસ કમિશ્નરે 32 ASIની સર્વિસ રિવોલ્વર પરત ખેંચી

ગત ગુરૂવારે મહિલા ASI અને પોલીસ કોન્સેટબલે આપઘાત કરી લેતા શહેર પોલીસ કમિશ્નરે મહત્વનો નિર્ણય લીધો હતો. જે મુજબ હવે દરેક પોલીસ ASI અને જમાદારે ડ્યુટી પૂરી થયા બાદ પોતાની સર્વિસ રિવોલ્વર પોલીસ મથકમાં જમા કરાવી પડશે.

મહિલા ASI અને કાન્સ્ટેબદના આપઘાત બાદ રાજકોટ પોલીસ કમિશ્નરે 32 ASIની સર્વિસ રિવોલ્વર પરત ખેંચી

રક્ષિત પંડ્યા, રાજકોટ: ગત ગુરૂવારે મહિલા ASI અને પોલીસ કોન્સેટબલે આપઘાત કરી લેતા શહેર પોલીસ કમિશ્નરે મહત્વનો નિર્ણય લીધો હતો. જે મુજબ હવે દરેક પોલીસ ASI અને જમાદારે ડ્યુટી પૂરી થયા બાદ પોતાની સર્વિસ રિવોલ્વર પોલીસ મથકમાં જમા કરાવી પડશે. જો કે, પોલીસ કમિશ્નરે તેમનો નિર્ણય બદલતા જણાવ્યું હતું કે, નવનિયુક્ત ASIની સર્વિસ રિવોલ્વર પરત ખેંચી લેવામાં આવશે.

રાજકોટમાં ગત ગુરૂવારે મહિલા ASI ખુશ્બૂ કાનાબાર અને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહે પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં ખડભડાટ મચી ગયો હતો. જેના કારણે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરે તકેદારીના ભાગરૂપે ફરજ પૂર્ણ થયા બાદ તમામ નવનિયુક્ત ASIએ તેમના હથિયાર જમા કરાવવાનો નિર્ણય લીધો હતો.

ત્યારબાદ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે 24 કલાકમાં જ તેમનો નિર્ણય બદલ્યો હતો. જો કે, શહેરમાં હાલ 32 નવનિયુક્ત ASI ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે શહેર પોલીસ કમિશ્નરે તમામ નવનિયુક્ત ASIની સર્વિસ રિવોલવર પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. જેને લઇ તમામ નવનિયુક્ત ASIની સર્વિસ રિવોલવર પરત ખેંચી લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટના 150 ફૂટ રોડ પાસે એક એપાર્ટમેન્ટમાં એક મહિલા એએસઆઈ અને કોન્સ્ટેબલ એકસાથે રહેતા હતા. બંનેનો મૃતદેહ લમણે ગોળી મારેલો મળી આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર રાજકોટમાં વિવિધ વાતો વહેતી કરી છે. આ ઘટનાને પગલે રાજકોટ પોલીસ બેડામાં પણ સન્નાટો છવાયો છે. તો અગાઉ પણ સર્વિસ રિવોલ્વરથી આપઘાત અને હત્યા બનાવો બની ચૂક્યા છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news