ENG vs NZ Final: સ્પોર્ટ્સ વર્લ્ડનો સુપર સન્ડે, જોવા મળશે ડબલ ધમાલ

આજે સ્પોર્ટ્સ વર્લ્ડનો સુપર સંડે છે, કારણ કે ઈંગ્લેન્ડમાં જ ડબલ ધમાલ જોવા મળશે. પ્રથમ તો યજમાન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ક્રિકેટ વિશ્વ કપનો ટાઇટલ મુકાબલો રમાશે.

ENG vs NZ Final: સ્પોર્ટ્સ વર્લ્ડનો સુપર સન્ડે, જોવા મળશે ડબલ ધમાલ

નવી દિલ્હીઃ આજે સ્પોર્ટ્સ વર્લ્ડનો સુપર સંડે છે, કારણ કે ઈંગ્લેન્ડમાં જ ડબલ ધમાલ જોવા મળશે. પ્રથમ તો યજમાન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ક્રિકેટ વિશ્વ કપનો ટાઇટલ મુકાબલો રમાશે અને દુનિયાને નવો ચેમ્પિયન મળશે. બીજીતરફ વર્ષના ત્રીજા ગ્રાન્ડસ્લેમ વિમ્બલ્ડન પુરૂષ સિંગલ્સની ફાઇનલ મેચ સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરર અને સર્બિયાના નોવાક જોકોવિચ વચ્ચે રમાશે. આ બંન્ને વચ્ચે ફાઇનલ મેચ લંડનમાં રમાશે. 

વિશ્વ કપની વાત કરવામાં આવે તો બંન્ને ટીમમાંથી કોઈપણ જીતે વિશ્વનો નવો ચેમ્પિયન મળશે. યજમાન ઈંગ્લેન્ડ જ્યાં 1992 બાદ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચ્યું છે તો ન્યૂઝીલેન્ડની ટીમ સતત બીજીવાર ટાઇટલ મુકાબલામાં ટકરાશે. તેણે 2015મા ઓસ્ટ્રેલિયા સામે હારીને રનર્સ-અપ રહીને સંતોષ કરવો પડ્યો હતો. આવો જાણીએ બંન્ને ટીમો વચ્ચે ખાસ વાતો.. 

ટોસ સ્કોરર
ઈંગ્લેન્ડઃ જો રૂટ- 549 રન, બે સદી
ન્યૂઝીલેન્ડઃ કેન વિલિયમસન- 548 રન, બે સદી

ટોપ બોલર
ઈંગ્લેન્ડઃ જોફ્રા આર્ચર- 19 વિકેટ
ન્યૂઝીલેન્ડ) લોકી ફર્ગ્યુસન- 18 વિકેટ

ઈંગ્લેન્ડની મજબૂતીઃ યજમાન ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટે અત્યાર સુધી ટૂર્નામેન્ટની 10 મેચોમાં 549 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 3 અડધી સદી સામેલ છે. તો જોની બેયરસ્ટોએ 10 મેચોમાં 496 રન બનાવ્યા છે. તેના નામે 2 સદી અને બે અડધી સદી છે. જેસન રોયે અત્યાર સુધી 6 ઈનિંગમાં 426 રન બનાવ્યા, જેમાં 4 અડધી સદી અને એક સદી સામેલ છે. બેન સ્ટોક્સ (381 રન) અને કેપ્ટન ઇયોન મોર્ગન (362 રન)એ પણ યોગદાન આપ્યું છે. આ બેટ્સમેનોના દમ પર જ આ એડિશનમાં ટોસ સ્કોર (397/6) ઈંગ્લેન્ડના નામે નોંધાયેલો છે. 

ન્યૂઝીલેન્ડઃ ન્યૂઝીલેન્ડ ટીમની તાકાત તેનો કેપ્ટન કેન વિલિયમસન છે, જે ઘણીવાર સંકટમોચલ સાબિત થયો. ટીમના 6 ખેલાડી એવા છે, જે છેલ્લા વિશ્વકપની ફાઇનલમાં હતા. વિલિયમસને અત્યાર સુધી 9 મેચોની 8 ઈનિંગમાં 548 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને 2 અડધી સદી સામેલ છે. તો રોસ ટેલરે 8 ઈનિંગમાં 335 રન બનાવ્યા છે. બોલિંગની વાત કરવામાં આવે તો, બોલ્ટ, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી અને જિમ્મી નીશામે ટીમ માટે ઉપયોગી યોગદાન આપ્યું છે. 

વીકનેસ ઈંગ્લેન્ડઃ શ્રીલંકાની ટીમે લીગ મેચ દરમિયાન દેખાડ્યું હતું કે, જો શરૂઆતી ઝટકા ટીમની લાગી જાય તો યજમાન મુશ્કેલીમાં મુકાઇ શકે છે. કારણ કે વિપક્ષી ટીમની બોલિંગ મજબૂત છે તો તેણે બચીને રહેવું પડશે. 

ન્યૂઝીલેન્ડઃ કીવી ટીમની સૌથી મોટી નબળાઇ છે ટોપ ઓર્ડરનું આઉટ ઓફ ફોર્મ રહેવું. માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલ્સ અને ટોમ લાથમ રન બનાવી શકતા નથી. કેન વિલિયમસન એકમાત્ર બેટ્સમેન છે, જેણે સતત રન બનાવ્યા છે. જો ટીમની બોલિંગ સારી ન થાય તો લગભગ ટીમ અહીં સુધી ન પહોંચી શકત. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news