ગાંઠિયા ખાતા પહેલા સાવધાન, આંતરડા ચીરી નાંખે તેવી વસ્તુની તેમાં ભેળસેળ થાય છે
ગાંઠિયા એ ગુજરાતીઓ માટે નેશનલ ફૂડ જ સમજવુ. સ્વાદના શોખીન ગુજરાતીઓની સવાર ગાંઠિયાના જ્યાફત સાથે થતી હોય છે. સૌરાષ્ટ્રમાં લોકો ગાંઠિયાની દુકાનો પર ટોળે વળીને નાસ્તા કરતા ઠેરઠેર દેખાતા હોય છે. આવામાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરની ફરસાણની દુકાનો પર ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં 5 એકમમાંથી ચકાસણી કરતા ફરસાણ બનાવવા માટે કપડાં ધોવાના વોશિંગ પાઉડરનો ઉપયોગ જોવા મળ્યો હતો.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગાંઠિયા એ ગુજરાતીઓ માટે નેશનલ ફૂડ જ સમજવુ. સ્વાદના શોખીન ગુજરાતીઓની સવાર ગાંઠિયાના જ્યાફત સાથે થતી હોય છે. સૌરાષ્ટ્રમાં લોકો ગાંઠિયાની દુકાનો પર ટોળે વળીને નાસ્તા કરતા ઠેરઠેર દેખાતા હોય છે. આવામાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરની ફરસાણની દુકાનો પર ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં 5 એકમમાંથી ચકાસણી કરતા ફરસાણ બનાવવા માટે કપડાં ધોવાના વોશિંગ પાઉડરનો ઉપયોગ જોવા મળ્યો હતો.
જો તમને પણ ગાંઠિયાનો ચટકો હોય અને બહારના ગાંઠિયા ખાવાના શોખ હોય તો ચેતી જજો. ગાંઠિયા ખાવાના શોખમાં ક્યાંક તમે તમારા પેટમાં વોશિંગ પાવડર તો નથી પધરાવતા ને!! રાજકોટની પાંચ દુકાનોમાં ગાંઠિયામાં વોશિંગ પાવડરનો ઉપયોગ થતો હોવાનુ સામે આવ્યું છે. આ પાંચ એકમમાંથી ત્રણમાં વોશિંગ સોડાનો 25 કિલો જથ્થો મળી આવ્યો હતો. વેપારીઓ વધુ નફો કરાવવાના લાલચે ગ્રાહકોના જીવ સાથે ચેડા કરે છે. ગાંઠિયામાં ખાવાના સોડાને બદલે વોશિંગ પાવડરનો ઉપયોગ કરે છે. જે લોકોના આરોગ્ય પર મોટું જોખમ છે.
કયા એકમ પકડાયા
- વીર બાલાજી ફરસાણ, પેડક રોડ
- ભગવતી ફરસાણ સ્વીટ માર્ટ, ગોવિંદબાગ શાકમાર્કેટ
- ચામુંડા ફરસાણ, ગોવિંદબાગ શાક માર્કેટ રોડ,
- ભારત સ્વીટ માર્ટ, દિગ્વિજય રોડ
- સ્વામીનારાયણ ફરસાણ, લક્ષ્મીવાડી મેઈન રોડ
ગાંઠિયાથી શરીરને નુકસાન
ગાંઠિયા તમારા શરીરને મોટાપાયે નુકસાન કરી શકે છે. ગાંઠિયા ખાવાથી આંતરડા ને હાજરીને નુકસાન પહોંચી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે