Tokyo Paralympics: ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતને મળ્યો પહેલો મેડલ, ગુજરાતની દીકરી ભાવિના પટેલે સિલ્વર જીત્યો
ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતને પહેલો મેડલ મળી ગયો છે.
Trending Photos
નવી દિલ્હી: ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતને પહેલો મેડલ મળી ગયો છે. ટેબલ ટેનિસમાં ગુજરાતના ભાવિના પટેલે (Bhavina Patel) સિલ્વર મેડલ જીતી લીધો છે. ફાઈનલમાં તેઓ ચીનના ખેલાડી સામે હાર્યા અને ગોલ્ડ ચૂકી ગયા.
Outstanding debut appearance from #IND Bhavina Patel at #Paralympics Bhavina Patel has created history by winning #Silver medal for #IND pic.twitter.com/Yv7AI347p1
— Doordarshan Sports (@ddsportschannel) August 29, 2021
ચીનના ખેલાડી સામે થઈ હાર
ટોક્યો પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ વીમેન્સ સિંગલ્સ ક્લાસ 4 (Table Tennis Women's Singles Class 4) ની ફાઈનલમાં ભાવિના પટેલને ચીનની ખેલાડી ઝોઉ યિંગે 7-11, 5-11, 6-11 થી માત આપી.
ZHOU YingFlag of China has won #gold in #ParaTableTennis - Women's Singles - Class 4 at the #Tokyo2020 #Paralympics pic.twitter.com/uD19lNaYpY
— Doordarshan Sports (@ddsportschannel) August 29, 2021
ભારતને મળ્યો પહલો મેડલ
ટોક્યો પેરાલિમ્પિક્સમાં આ ભારતનો પહેલો મેડલ છે. ભાવિનાએ પહેલી ગેમમાં ઝાઈ યિંગને સારી ટક્કર આપી પરંતુ ચીનની 2 વારની ગોલ્ડ મેડલ વિનરે એકવાર લય મેળવ્યા બાદ ભારતીય ખેલાડીને કોઈ તક આપી નહીં અને સીધી ગેમમાં સરળતાથી જીત મેળવી.
Congratulations #BhavinaPatel on winning the Silver medal in #ParaTableTennis.
Your perseverance and success shall shall as motivation for many.#TokyoParalympics https://t.co/2HLqnceZgV
— Nirmala Sitharaman (@nsitharaman) August 29, 2021
નાણામંત્રીએ આપી શુભેચ્છાઓ
ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે ભાવિના પટેલને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે ભાવિનાને પેરાલિમ્પિકના ટેબલ ટેનિસ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ શુભેચ્છા. તમારી દૃઢતા અને સફળતા અનેક લોકો માટે પ્રેરણા બનશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે