રાજકોટના માલિયાસણ ગામે ગાયોના મોત મુદ્દે ઘટસ્ફોટ, લમ્પીના કારણે મોત થયા નથી
Lumpy Virus Death : રાજકોટની આસપાસના અનેક ગામોની હાલ એવી હાલત છે કે, સીમમાં ગાયોના મૃતદેહોના ઢગલા થઈ રહ્યાં છે. ટપોટપ ગાયોના મોત થવાથી ગાયોના લાશોના ઢગલા વધી રહ્યાં છે. પરંતુ અહીં રહેતા સ્થાનિકોને ક્યાં જવુ તે સમજાતુ નથી
Trending Photos
રાજકોટ: એક એક કરતા ગુજરાતના 14 જિલ્લાઓમાં લમ્પી વાયરસ ફેલાઈ ચૂક્યો છે. કેટલાક જિલ્લાઓમાં તો એવી હાલત છે. છતા સરકારને તેની ગંભીરતા સમજાતી નથી. રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાં લમ્પી વાયરસની અસર વધુ જોવા મળી રહી છે. રાજકોટ નજીક અનેક ગાય, વાછરડાં, ગૌવંશના મોત થયા છે. અમુક જગ્યાએ તો માથું ફાટી જાય એવી દુર્ગંધ ફેલાઈ રહી છે. લમ્પી વાઇરસથી ગુજરાતમાં મહામારી ઉભી થઈ છે, ત્યારે રાજકોટના માલિયાસણ ગામે ગાયોના મોત મામલે જિલ્લા પશુપાલન અધિકારીએ વીડિયોના આધારે તપાસ કરી છે. જેમાં તારણ સામે આવ્યું છે કે, ગાયોના લમ્પીના કારણે મોત થયા નથી. આ ગામમાં વેકસનેશન પણ કરવામાં આવ્યું છે. પરંતુ અમુત જગ્યાએ મનપાની ડમપિંગ સાઇટ પર ગાયોના મૃતદેહ મૂકી દેવામાં આવ્યા હતા. જેણા કારણે આ ગેરસમજ ઉભી થઈ છે. મનપા કોર્પોરેટર જયમીન ઠાકર દ્વારા ગાયોને જેસીબીથી ખાડો ખોદી દફન કરવામાં આવશે.
રાજકોટની આસપાસના અનેક ગામોની હાલ એવી હાલત છે કે, સીમમાં ગાયોના મૃતદેહો પડ્યા છે. ટપોટપ ગાયોના મોત થવાથી ગાયોના લાશોના ઢગલા વધી રહ્યાં છે. પરંતુ અહીં રહેતા સ્થાનિકોને ક્યાં જવુ તે સમજાતુ નથી. રાજકોટ પાસેના માલિયાસણ ગામ પાસે પશુઓના મૃતદેહો પડ્યા છે. અહીં એક કિલોમીટર દૂરથી જ માથુ ફાટી જાય એવી દુર્ગંધ આવે છે. આવી હવામાં લોકોનું શ્વાસ લેવુ મુશ્કેલ બન્યુ છે. રાજકોટ મનપાએ જ આ જગ્યા પશુઓના પશુઓના મૃતદેહો માટે ફાળવી છે. પરંતુ સ્થિતિ એવી છે કે, મનપાની ટીમ ગાયોના મૃતદેહોને દફનાવવાને બદલે ખુલ્લામાં મૂકીને ભાગી રહ્યાં છે. જો આ વિસ્તારમા લોકો બીમાર બને તો કોણ જવાબદાર તેવુ સ્થાનિકો પૂછી રહ્યાં છે.
કોંગ્રેસ ઉઠાવ્યા સવાલો
મોરબીમાં પહોંચેલા ગુજરાત કોંગ્રેસના પ્રમુખે સરકાર અને સંગઠન સામે લમ્પી વાયરસને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. જગદીશ ઠાકોરે કહ્યુ કે, ગુજરાતમાં દારૂનો હોલસેલનો વેપાર કોણ કરશે, તે પેજ પ્રમુખની જેમ સંગઠન નક્કી કરે છે. દારૂના ધંધામાં પોલીસ 30 ટકા, સંગઠનના 30 ટકા અને બુટલેગરના 40 ટકાથી નેટવાર્ક ચાલે છે. કોરોની સમયે લોકોના મોતના આંકડા ખોટા હતા, તેવી જ રીતે લંપીમાં ગાયોના મોતના આંકડા ખોટો છે. ગુજરાતમાં લમ્પી વાયરસથી હાહાકાર છવાયો છે. 14 જિલ્લાઓમાં પશુઓની હેરાફેરી પર પ્રતિબંધ લગાવાયો છે. કચ્છ, જામનગર અને બનાસકાંઠામાં પશુઓના મૃતદેહો રઝળી રહ્યા છે.
રાજકોટમાં બીજો રોગચાળો વકર્યો
રાજકોટમાં રોગચાળો વકરતા જ RMC હરકતમાં આવ્યું છે. જુલાઈ મહિનામાં ડેન્ગ્યુના કેસ નોંધાતા તંત્ર જાગ્યુ છે. રહેણાંક અને કોમર્શિયલ ઇમારતોમાં પોરા નાશક કામગીરી હાથ ધરવા આદેશ કરાયા છે. રાજકોટના પોશ ગણાતા નાના મવા વિસ્તારની અજમેરા શાસ્ત્રીનગર સોસાયટીમાં ફોગીંગ કરવામાં આવ્યું. વરસાદની પેટર્ન બદલાતા ડેન્ગ્યુના કેસ વધ્યા છે. સાથે જ વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો થયો છે. એડિશ મચ્છરોના સેમ્પલ લઈને લિબોરેટરી ખાતે મોકલવામાં આવશે.
જામનગર જિલ્લામાં પશુઓમાં જોવા મળી રહેલા લમ્પી વાયરસને અટકાવવા માટે પશુપાલકો તથા સ્થાનિક પશુ ચિકિત્સકોને માર્ગદર્શન પૂરું પાડવા કેન્દ્ર સરકારે સિનિયર સાયન્ટિસ્ટ સાથેની ટીમને જામનગર મોકલી હતી. લમ્પી વાયરસને અટકાવવા માટે સરકારે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. જામનગર જિલ્લામાં I.V.R.I. બરેલીનાં સિનિયર સાયન્ટિસ્ટ ડો.એસ.નંદી તથા ડો.કે. મહેન્દ્ર તથા ગાંધીનગરથી મદદનીશ પશુ નિયામક નિલેન પટેલ સહિતનાં વિશેષજ્ઞોની એક ટીમે જિલ્લાના અલીયાબાડા તથા ધ્રોલનાં અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. અસરગ્રસ્ત પશુઓના પશુપાલકો તેમજ સ્થાનિક ગ્રામજનો સાથે આ સંદર્ભે મુલાકાત કરી રોગના નિયંત્રણ અને સારવાર માટે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા અને રોગને વધુ ફેલાતો રોકવા માટે ગ્રામજનોને વિગતવાર માહિતી આપી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે