ગુજરાતમાં પાનની દુકાનો છે કે નશાનાં અડ્ડો? આયુર્વેદીક સીરપનાં નામે વેચાય છે નશાનો સામાન

રાજકોટ અને આસપાસના જિલ્લામાં આયુર્વેદિક સીરપનું સપ્લાય થાય તે પૂર્વે 5 ટ્રકમાં 73, 275 બોટલ સીરપ કબ્જે કરી 73 લાખથી વધુ મુદામાલ કબ્જે કરી FSL તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની મદદ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ગુજરાતમાં પાનની દુકાનો છે કે નશાનાં અડ્ડો? આયુર્વેદીક સીરપનાં નામે વેચાય છે નશાનો સામાન

ગૌરવ દવે/રાજકોટ: ગુજરાતમાં બેફામ રીતે આયુર્વેદીક સીરપનાં નામે યુવાનોને નશાનાં રવાડે ચડાવવાનું રેકેટ ચાલી રહ્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પાનની દુકાનોમાં આયુર્વેદિક સીરપના નામે વ્હેંચાતા નશીલા પદાર્થનો જથ્થો શાપર વેરાવળમાંથી ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં રાજકોટ અને આસપાસના જિલ્લામાં આયુર્વેદિક સીરપનું સપ્લાય થાય તે પૂર્વે 5 ટ્રકમાં 73, 275 બોટલ સીરપ કબ્જે કરી 73 લાખથી વધુ મુદામાલ કબ્જે કરી FSL તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની મદદ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

  • આયુર્વેદીક સીરપનાં નામે ચાલતો નશાનો કારોબાર...
  • પાનની દુકાનો પર વેંચાય છે બેરોકટોક આલ્કોહોલ...
  • 5 ટ્રક આયુર્વેદીક સીરપ સહિત 73 લાખનો મુદ્દામાલ કબ્જે...

પાનનાં ગલ્લા પર વેંચાતી આયુર્વેદીક સીરપની બોટલો છે. પરંતુ આપ જાણીને ચોંકી જશો કારણ કે, આ બોટલમાં આયુર્વેદિક સીરપની આડમાં આલ્કોહોલનું વેંચાણ કરવામાં આવતું હતું. રાજકોટ પોલીસ કમિશ્નર રાજૂ ભાર્ગવને માહિતી મળી હતી કે, રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પાનનાં ગલ્લા પર આયુર્વેદીક સીરપનાં નામે આલ્કોહોલીક પદાર્થ વેંચાય રહી છે. જેને આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરવાનાં આદેશ આપવામાં આવ્યા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ બી ટી ગોહિલ અને ટિમને ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટ શહેરમાં આયુર્વેદિક સીરપની બોટલો સપ્લાય માટે આવી રહી છે. 

પોલીસે વોચ ગોઠવી એક સાથે રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લામાં સપ્લાય માટે નીકળેલા 5 ટ્રકો મળી આવતા પોલીસે તેને અટકાવી તલસી લેતા અલગ અલગ 6 જેટલી બ્રાન્ડની 73,275 સિરપની બોટલ મળી આવી હતી. જેની અંદાજિત કિંમત રૂપિયા 73.27 લાખ જેટલી થાય છે. હાલ પોલીસે આયુર્વેદીક સીરપનો જથ્થો સીલ કરી એફએસએલ અને ફુડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી જાણવા જોગ ફરીયાદ નોંધી છે.

કેવી રીતે પોલીસે પાર પાડ્યું ઓપરેશન ?
પોલીસનાં કહેવા મુજબ, બાતમીના આધારે હુડકો વિસ્તારમાં આવેલા નાગરિક બેન્ક ચોક પાસે સર્વિસ રોડ પર માધવ કોમ્પલેક્સના પાર્કિંગમાં શંકાસ્પદ રીતે પડેલા પાંચ જેટલા ટ્રકની તલાશી લેતાં તેમાંથી શંકાસ્પદ ગણાતી સીરપની 73275 બોટલો મળી આવી હતી. આ પછી પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવતાં ટ્રકમાંથી ગીતાંજલી દ્રાક્ષાસવ સ્પેશ્યલ હેલ્થકેર આયુર્વેદિકની 11950 બોટલ, ઉસીરસવ અસવ અરીસ્ટા હેલ્થકેર આયુર્વેદિકની 20325 બોટલ, અસ્વસ્વ બીટવીન ધ બ્રેઈન એન્ડ અધર પાર્ટ ઑફ બોડી હેલ્થકેર આયુર્વેદિકની 9150 બોટલ, કાલ મેઘસવ અસ્વ અરીસ્થા હેલ્થકેર આયુર્વેદિકની 21225 બોટલ તેમજ હેલ્થકેર આયુર્વેદિકની 1000 બોટલ ઉપરાંત ગાર્ગમ અસ્વ અરીસ્થા હેલ્થકેર આયુર્વેદિકની 9625 બોટલ મળી કુલ 73275 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂ.73,27,500 જેટલી થવા જાય છે.

શું એફએસએલ અને ફુડ એન્ડ ડ્રગ વિભાગ કરશે તપાસ ?
પોલીસે હાલ આ સીરપમાં આલ્કોહોલનું પ્રમાણ છે કે કેમ તેની ખરાઈ કરવા માટે સેમ્પલ મેળવી એફએસએલમાં મોકલવામાં આવ્યા છે અને તેની સાથે સાથે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની પણ મદદ લેવામાં આવી છે જેનો રિપોર્ટ આવી ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીજી બાજુ સીરપનો આ જથ્થો ક્યાંથી રાજકોટમાં આવ્યો છે. કોણ લાવ્યું છે. કોને આપવાનો હતો તે સહિતની દિશામાં હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં આયુર્વેદીક સીરપનાં નામે વેંચાતી આલ્કોહોલ યુક્ત પદાર્થની બોટલો મેડ ઈન વડોદરા હોવાનું સામે આવ્યું છે. જોકે તેનું માર્કેટીંગ મુંબઇ મહારાષ્ટ્ર થી થતું હોવાનું સામે આવ્યું છે. જોકે એફએસએસઆઇના નિયમો અને રજીસ્ટ્રેશન પર સ્ટીકરમાં ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો મોટા રેકેટનો પર્દાફાસ થાય તેવી શક્યતાઓ રહેલી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news