રાજકોટમાં ધંધૂકાવાળી થતાં થતાં રહી ગઈ...!!! ધાર્મિક પોસ્ટ મુદ્દે 25થી વધુ વિધર્મી લોકોએ યુવાન પર હુમલો કર્યો, ઘટના CCTVમાં કેદ
રાજકોટમાં સોશિયલ મીડિયા પર ધાર્મિક ટિપ્પણી મામલે 25થી વધુ વિધર્મીઓએ યુવકને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લા ગાર્ડન પાસે મોડી રાત્રે 25થી વધુ લોકોના ટોળાએ યુવકને માર માર્યાનો આક્ષેપ થયો છે.
Trending Photos
ઝી ન્યૂઝ/રાજકોટ: રાજ્યમાં હાલ ધંધૂકા ફાયરિંગ વીથ મર્ડર કેસની શાહી હજુ સૂકાઈ નથી, તેવામાં રાજકોટમાં ધાર્મિક પોસ્ટ મુદ્દે વિવાદ ઉભો થો છે. રાજકોટમાં 25થી વધુ વિધર્મી લોકોએ યુવાન પર હુમલો કર્યો હોવાના સમાચાર સામે આવતા ખળભળાટ મચ્યો છે. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જોકે આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં સોશિયલ મીડિયા પર ધાર્મિક ટિપ્પણી મામલે 25થી વધુ વિધર્મીઓએ યુવકને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લા ગાર્ડન પાસે મોડી રાત્રે 25થી વધુ લોકોના ટોળાએ યુવકને માર માર્યાનો આક્ષેપ થયો છે. જેમાં યુવકને સોશિયલ મીડિયામાંથી ધાર્મિક ટિપ્પણી દૂર કરવા જણાવ્યું હતું. પરંતુ યુવકે પોસ્ટ ડિલીટ કરી નહોતી. જેથી વિધર્મીઓએ યુવકે પોસ્ટ દૂર ન કરતાં ભેગા થઈને યુવકને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટોળુ યુવકને માર મારવા વિફર્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે. હાલ સમગ્ર ઘટના મામલે ભક્તિનગર પોલીસે તપાસ શરૂ કરી છે.
આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે રાજકોટમાં હિન્દુ યુવકે સોસિયલ મીડિયામાં ધાર્મિક પોસ્ટ મૂકી હતી. જેને લઈને એક વિધર્મી યુવકે પોસ્ટ ડિલીટ કરવા જણાવી અભદ્ર ભાષામાં ધમકી આપી હતી. બાદમાં રાજકોટ જિલ્લા ગાર્ડન પાસે મોડી રાત્રે સમાધાન માટે બોલાવી 25થી વધુ લોકોએ તેના પર હુમલો કર્યો હતો. જોકે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા પોસ્ટ મૂકનાર સહિત સાથે રહેલા યુવકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
આ ઘટના બન્યા બાદ હિન્દુ યુવકે પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે મેં સોશિયલ મીડિયામાં ભગવાન કૃષ્ણ વિશે પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટને વિધર્મી યુવકે ગાળો આપીને ડિલીટ કરવા જણાવ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે તેમ છતાં તેણે પોસ્ટ ડિલીટ ન કરતા મને સમાધાન માટે બોલાવી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં યુવક દ્વારા સોશિયલ મીડિયામાં જે પોસ્ટ મૂકવામાં આવી છે, તેમાં એક ધર્મના ભગવાનને અન્ય ધર્મનાં ભગવાન કરતા વધુ શક્તિશાળી બતાવવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જણાય રહ્યું છે. ત્યારે અન્ય ધર્મનાં લોકોની લાગણી દુભાતા આ વિવાદ ઉભો થયો છે. જોકે ZEE 24 kalak આવી કોઈ પોસ્ટને સમર્થન આપતું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે