રાધનપુરમા વિરોધ, ન્યાય માટે મોટી સંખ્યામાં ચૌધરી, ભરવાડ અને ઠાકોર સમાજ એકઠો થયો

આજે રાધનપુરમા સજ્જડ બંધને પગલે શહેરની તમામ તમામ દુકાનો અને લારી ગલ્લા બંધ રાખવામાં આવ્યા છે. માત્ર મેડિકલ દુકાનોની સેવા જ ચાલુ રહી છે

શશીકાંત પંડ્યાએ કહ્યું,  આ હિન્દુસ્તાન છે, આ પાકિસ્તાન નથી
પાટણમાં દીકરી પર વિધર્મી યુવકના હુમલા મામલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલે ડીસાના MLA શશિકાંત પંડ્યાએ કહ્યું કે, દીકરીને ન્યાય મળશે. હવે કોઇ સહેજ પણ અટકચાળા કરશે તો નહીં ચલાવી લઇએ. અમે કોઇ ડરપોક કે નપુંસક નથી, એક પંજો પડ્યો તો ભાગી જશો. આ હિન્દુસ્તાન છે, આ પાકિસ્તાન નથી. સુધરી જજો નહીં તો ઉભાને ઉભા ચીરી નાંખીશ.

રાધનપુરમા વિરોધ, ન્યાય માટે મોટી સંખ્યામાં ચૌધરી, ભરવાડ અને ઠાકોર સમાજ એકઠો થયો

ઝી મીડિયા/બ્યૂરો :પાટણના રાધનપુરના શેરગઢમાં યુવતી પર હુમલાનો મોટાપાયે વિરોધ નોંધાયો છે. હુમલાના વિરોધને પગલે આજે પાટણનું રાધનપુર સજ્જડ બંધ રહ્યું હતું. ધંધુકા બાદ હવે રાધનપુરની ઘટનાના પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાધનપુરમાં અલગ-અલગ સંગઠનોએ બંધનું એલાન આપ્યુ છે. હજારોની સંખ્યામાં ચૌધરી, ભરવાડ અને ઠાકોર સમાજ એકઠો થયો હતો અને રસ્તા પર ઉતરી આવ્યો હતો. આ સાથે ભરવાડ સમાજ અને અલ્પેશ ઠાકોર સહિત ઠાકોર સમાજના લોકો સહિત 15 હજારથી વધુ લોકો એકઠા થયા છે. હજારોની સંખ્યામાં એકઠી થયેલી ભીડ બેકાબુ થતાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે. 

શંકર ચૌધરીની પ્રતિક્રીયા
પાટણમાં ચૌધરી સમાજની દિકરી પર હુમલાના કેસમાં ચારેકોર આક્રોશ છવાયેલો છે. સમગ્ર રાજ્યમાં તેના પડઘા પડ્યા છે. જ્યના પૂર્વ મંત્રી શંકર ચૌધરીએ પણ હેવાન સામે આક્રોશ ઠાલવ્યો છે. તેમજ કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી છે. શંકર ચૌધરીએ કહ્યું કે, આપણા ગૃહ રાજ્યમંત્રી ખુબ એક્ટીવ છે. આ જોશ તમારામાં છે એ 20 વર્ષ પહેલા મારામાં પણ હતો. આજે પણ એ જ જોશ છે, પણ અનુભવથી કહું છું. અહીંથી નિકળીને નિર્દોષને કનડવાનું કામ ન કરતા. કેટલાક તત્વોને અશાંતિ ફેલાવવામાં જ રસ છે. આ દીકરીને ન્યાય આપવાનું જ કામ કરવાનું છે. કોઇ ખરાબ ઇરાદા સાથે આવ્યું હોય તો રોકી લેજો. સરકાર અહીંયા આવે અને અહીંયા જ આવેદનપત્ર આપીશું. રસ્તામાં જઇને કોઇ નુકશાન કરશે તો કોણ જવાબદાર? '20 લોકોની ટીમ બનાવીને ગૃહમંત્રી પાસે જઇશું. 

શશીકાંત પંડ્યાએ કહ્યું,  આ હિન્દુસ્તાન છે, આ પાકિસ્તાન નથી
પાટણમાં દીકરી પર વિધર્મી યુવકના હુમલા મામલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલે ડીસાના MLA શશિકાંત પંડ્યાએ કહ્યું કે, દીકરીને ન્યાય મળશે. હવે કોઇ સહેજ પણ અટકચાળા કરશે તો નહીં ચલાવી લઇએ. અમે કોઇ ડરપોક કે નપુંસક નથી, એક પંજો પડ્યો તો ભાગી જશો. આ હિન્દુસ્તાન છે, આ પાકિસ્તાન નથી. સુધરી જજો નહીં તો ઉભાને ઉભા ચીરી નાંખીશ.

યુવતી પર હુમલા મામલે પાટણના એસપી અક્ષયરાજ મકવાણાએ કહ્યુ કે, યુવકે યુવતી પર હુમલો કર્યો તે વાત સાચી છે. તેથી આ બાબતે કડક તપાસ અને યુવક પર કાયદેસરની કાર્યવાહી થશે. ઘટનામાં આવ્યો નવો વળાંક એ છે કે, યુવતી અને યુવક લાંબા સમયથી પરિચિત હતા. બંને વચ્ચે ટેલિફોનિક વાત થઇ છે તે નંબરની તપાસ અમે કરી રહ્યાં છે. ઘટનાની તપાસમાં પૈસાની બાબત પણ સામે આવી છે. 

No description available.

ચૌધરી, ઠાકોર સમાજ એકઠો થયો
આજે રાધનપુર વિરોધને પગલે મોટી સંખ્યામાં ચૌધરી સમાજ એકઠો થયો છે. બનાસબેંકનાં ચેરમેન અણદાભાઇ પટેલ, ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ભરવાડ સમાજ અને અલ્પેશ ઠાકોર સહિત ઠાકોર સમાજના લોકો સહિત 15 હજારથી વધુ લોકો એકઠા થયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news