Rajkot ની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં કોરોનાના દર્દીએ લગાવી મોતની છલાંગ

રાજકોટની સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી કોરોનાની સારવાર લઈ રહેલાં દર્દીએ લગાવી દીધી મોતની છલાંગ. કોરોના કરતા કોરોનાનો ડર લોકોના મોતનું કારણ બની રહ્યો છે.

Rajkot ની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં કોરોનાના દર્દીએ લગાવી મોતની છલાંગ

ગૌરવ દવે, રાજકોટઃ કોરોનાની બીજી લહેરને કારણે ડર અને દહેશતનો માહોલ ઉભો થયો છે. ગુજરાત સહિત દેશભરમાં સ્થિતિ પહેલાં કરતા વધુ વિકટ બની છે. મનોચિકિત્સકોનું કહેવું છેકે, લોકોને સતત કોરોના થવાનો અને કોરોનાથી મોત થવાનો ડર સતાવી રહ્યો છે. કોરોના કરતા વધારે ખતરનાક આ ડર છે. ત્યારે ઘણાં લોકો આ ડરને કારણે જ મોતને ભેટી રહ્યાં છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો. 

રાજકોટમાં પણ સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અને લોકોને હોસ્પિટલોમાં જલદી જગ્યા મળતી નથી. દર્દીઓ અને તેમના સગા-વહાલાંઓ રસ્તે રઝળપાટ કરતાં નજરે પડે છે. આ સ્થિતિની વચ્ચે આજે ફરી એક જિંદગીએ મોતને વહાલું કરી લીધું. રાજકોટમાં વધુ એ કોરોનાના દર્દીની આપઘતની ખબર સામે આવી છે. કોરોનાથી મોતના ડરને પગલે રાજકોટમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીએ આપઘાત કરી લીધો છે.

સિવિલ કોવિડ હોસ્પિટલમાં સારવારમાં રહેલ કોરોના પોઝિટિવ દર્દીના આપઘાતના સમાચાર સામે આવ્યાં છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગના ચોથા માળેથી નીચે ઝંપલાવી કોરોનાના દર્દીએ આપઘાત કરી લીધો છે. આ ઘટનાને પગલે સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં અન્ય દર્દીઓ અને તબીબો પણ આઘાતમાં મુકાઈ ગયા છે. હાલ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છેકે, કોરોનાના દર્દીના આપઘાતનો આ પહેલો કિસ્સો નથી. આ અગાઉ રાજકોટ શહેરમાં સમરસ હોસ્ટેલ ખાતે અને હોમ આયસોલેટ પોઝિટિવ દર્દી આપઘાત કર્યાના બનાવો બની ચૂક્યાં છે. માત્ર રાજકોટ જ નહીં ગુજરાતના અન્ય શહેરોમાં પણ કોરોનાના દર્દીઓના આપઘાતની ઘટનાઓ સામે આવી ચૂકી છે. એક તરફ સરકાર રસીકરણ અભિયાન ચલાવી રહી છે. જોકે, આની સાથો-સાથ લોકોને મનોચિકિત્સકો દ્વારા કાઉન્સીલીંગ આપવાની પણ જરૂરિયાત ઉભી થઈ છે. કારણકે, બીમારી કરતા વધારે ખતરો લોકોના મન અને મગજમાં ઘર કરી ગયેલાં ડરથી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news