Get Aadhaar Card Like ATM: 50 રૂપિયામાં મેળવો ATM જેવું આધારકાર્ડ, ઘરે બેઠાં મળી જશે નવું સ્માર્ટ કાર્ડ
UIDAIની વેબસાઈટ દ્વારા તમે પીવીસી કાર્ડ પર પ્રિન્ટ થયેલ આધાર કાર્ડ પણ મંગાવી શકો છો. ખાસ વાત એ છે કે આ કામ તમે ઘરે બેઠા પણ કરી શકો છો
Trending Photos
નવી દિલ્લી: આધારકાર્ડ (Aadhar card) એક જરૂરી દસ્તાવેજ છે. તે બેંક એકાઉન્ટ અને પાન કાર્ડની સાથે લિંક હોય છે. તો સરકારી યોજનાઓમાં પણ તેની જરૂરિયાત રહે છે. આધાર કાર્ડનો ઉપયોગ હવે IDના રૂપમાં પણ થવા લાગ્યો છે. એવામાં જરૂરી છે કે તમારી પાસે દરેક સમયે આધાર કાર્ડ હોય. મોટાભાગના લોકોની પાસે જે આધાર કાર્ડ છે તે કાગળના ટુકડા પર એક કલર પ્રિન્ટ આઉટ જ હોય છે. જોકે તમે ઈચ્છો તો ATMની જેમ જોવા મળતા આધાર કાર્ડ માટે એપ્લાય કરી શકો છો.
ઘરે બેઠા થઈ જશે કામ:
જોકે સાધારણ આધાર કાર્ડનું ફાટી જવું, ભીનું થવું અને ધોવાઈ જવાનો ડર રહે છે. પરંતુ આધાર કાર્ડ બનવાનાર વિભાગ UIDAIની વેબસાઈટ દ્વારા તમે પીવીસી કાર્ડ પર પ્રિન્ટ થયેલ આધાર કાર્ડ પણ મંગાવી શકો છો. ખાસ વાત એ છે કે આ કામ તમે ઘરે બેઠા પણ કરી શકો છો. એટલું જ નહીં, તે સ્પીડ પોસ્ટ દ્વારા સીધું તમારા ઘરે ડિલીવર પણ થઈ જશે.
આધાર પીવીસી કાર્ડના ફાયદા અને ફી:
આ આધાર કાર્ડ ક્વોલિટીમાં સારું હોય છે અને તેને સરળતાથી પર્સમાં રાખી શકાય છે. આધાર પીવીસી કાર્ડમાં હોલોગ્રામ, Guilloche પેટર્ન, Ghost Image અને માઈક્રો ટેક્સ્ટ જેવા સિક્યોરિટી ફીચર્સ પણ હોય છે. તેમાં ક્યૂઆર કોડ દ્વારા તરત ઓફલાઈન વેરિફિકેશન થઈ જાય છે. આ કાર્ડ માટે તમારે માત્ર 50 રૂપિયા ચૂકવવા પડશે.
મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, 18 દિવસ બાદ વધ્યા ભાવ, જાણો તમારા શહેરમાં શું છે રેટ
આધાર PVC કાર્ડ માટે એપ્લાય કરો:
1. તેના માટે UIDAIની સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in/ પર ક્લિક કરો.
2. હવે સ્ક્રોલ ડાઉન કરીને નીચે જાઓ અને Order Aadhar PVC Card ઓપ્શન પર ક્લિક કરો.
3. હવે તમને 12 ડિજિટનો આધાર નંબર અને Security કોડ નાંખવો પડશે.
4. હવે Send OTP ઓપ્શન પર ક્લિક કરો.
5. હવે તમારા મોબાઈલ નંબર પર જે OTP આવશે, તેને નાંખો અને Submit બટન પર ક્લિક કરો.
6. હવે તમારા ડિટેઈલ્સ ચેક કરવું પડશે. બધું યોગ્ય થાય ત્યારે Payment કરવું પડશે.
7. જો તમે UPI, નેટ બેકિંગ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરી શકો છો.
8. પેમેન્ટ થયા પછી તમને સ્લિપ મળી જશે. કાર્ડ કેટલાંક દિવસમાં સ્પીડ પોસ્ટ દ્વારા તમારા ઘરે આવી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે