ધમણ-3 વેન્ટિલેટર પર કરાયેલી RTI વિશે જ્યોતિ CNC એ કર્યો મોટો ખુલાસો

કંપની દ્વારા દાવો કરાયો કે, ધમણ-3ને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે મંજૂર કર્યુ છે. ભારત સરકાર દ્વારા ધમણ-3 ના 5000 વેન્ટિલેટર ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે

ધમણ-3 વેન્ટિલેટર પર કરાયેલી RTI વિશે જ્યોતિ CNC એ કર્યો મોટો ખુલાસો

રક્ષિત પંડ્યા/રાજકોટ :કોરોનાકાળમાં બનેલ ધમણ-3 વેન્ટિલેટરને લઈને અનેક વિવાદો સામે આવ્યા છે. ત્યારે રાજકોટમાં ધમણ 3 (dhman ventilator) અંગે સામે આવેલી RTI  પર જ્યોતિ સીએનસી દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. RTIને તોડી મરોડીને રજૂ કરવામાં આવી હોવાનો જ્યોતિ સીએનસીનો દ્વારા દાવો કરાયો છે. કંપની દ્વારા દાવો કરાયો કે, ધમણ-3ને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે મંજૂર કર્યુ છે. ભારત સરકાર દ્વારા ધમણ-3 ના 5000 વેન્ટિલેટર ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

કોરોનાના શિકાર બન્યા ભાજપ-કોંગ્રેસના નેતાજી, 8 કલાકમાં ભાજપના 5 નેતાઓને કોરોના

ધમણ-3 વેન્ટિલેટરને લઇ થયેલ વિવાદ અંગે જ્યોતિ CNC ના માલિક પરાક્રમસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ અનેક ખુલાસા કર્યાં છે. તેઓએ મીડિયા સંબોધનમાં કહ્યું કે, રાજકોટમાં બનેલા ધમણ-3 વેન્ટિલેટર તમામ પરીક્ષણમાં પાસ થયું છે. વેન્ટિલેટર સીમિત સંખ્યામાં હતા, માટે એ ચિંતાજનક સ્થિતિ હતી. આ સમયે જ્યોતિ CNC એ ધમણ વેન્ટિલેટર બનાવવા વિચારણા કરી છે. 92 વર્ષ પહેલાં 1928માં વેન્ટિલેટરની શોધ થઇ હતી. જેના બાદ વિશ્વના જૂજ દેશો જ તેને બનાવી શક્યા છે. લોકડાઉન દરમિયાન 150 લોકોની ટીમ સાથે મળીને અમે વેન્ટિલેટર બનાવવાની શરૂઆત કરી હતી. કરોડો રૂપિયાના વેન્ટિલેટરના ઓર્ડરની શક્યતા હતી, પરંતુ એમને આ ઓર્ડર ન મળતા ખોટો મેસેજ પાસ થયો છે. ધમણ-1 માં કોઈ ખામી ન હતી. ધમણ-3 વેન્ટિલેટર માટે જે વિવાદો ઉભા કરવામાં આવ્યા, તેમાં પણ ધમણ-3 પાસ થઇ ચૂક્યું છે. 5000 વેન્ટિલેટરનો ઓર્ડર જ્યોતિ CNC ને મળ્યો છે.

ધમણ-3ને મોબાઈલથી ઓપરેટ કરી શકાશે 
ધમણ-3માં કરેલા નવા ઈનોવેશન વિશે પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજકારણ કરતા લોકો મુદ્દે કોઈ કોમેન્ટ કરવી નહિ. હું ભારતીય છું અને મને તેનો ગર્વ છે. મેં વેન્ટિલેટર બનાવ્યું છે. સમજી વિચારીને વિરોધ કરવા જોઈએ. ગેરસમજના કારણે વિરોધી ટિપ્પણી થઈ છે. ધમણ વેન્ટિલેટર ફેલ થયુ હોવાનું એક પણ ડોક્ટર કહી નથી રહ્યાં. ઓર્ડર ન હોવાને કારણે એડવાન્સ પેમેન્ટ આપવામાં આવ્યા છે. 120 કરોડમાં માત્ર 8 કરોડ એડવાન્સ આપવામાં આવ્યા છે. ધમણમાં જેટલા પણ પાર્ટસ છે, તે તમામ ભારતીય કંપનીના છે. ધમણ-3 વેન્ટિલેટરમાં નવું ફિચર ઉમેરવામાં આવ્યું છે. હવેથી મોબાઈલ દ્વારા કોઈ પણ જગ્યાએછી ડોક્ટર આ વેન્ટિલેટરને ઓપરેટ કરી શકશે. અત્યાર સુધી ડોક્ટરની હાજરી રહેતી હતી. પરંતુ ડોક્ટર કોઈ પણ જગ્યાએ હશે ત્યાંથી તે જોઈ શકશે અને ઓપરેટ પણ કરી શકશે. સૌથી અપડેટેડ ફિચર અમે ધમણ-3માં એડ કર્યું છે.

ZEE 24 કલાકનાં પત્રકાર ભારતી રોહિતનો અકસ્માત, ટક્કર મારનાર વાહનચાલક વિશે જાણ કરવા નમ્ર અપીલ...  

તેઓએ કહ્યું કે, જુલાઇ મહિનામાં ટેસ્ટ માટે આ ધમણ-3 મોકલવામાં આવ્યું હતું. RTI માં એવો ઉલ્લેખ ન હતો કે, ધમણ-3 ફેલ ગયું છે. અમારું ધમણ 3 આજે ફૂલી ટ્રાયલમાં પાસ થયું છે. રાજકોટ અને મોરબીનો ઉદ્યોગોમાં તમામ બાબત શક્ય છે. જ્યોતિ CNC વિરુદ્ધ ધમણ-1 ને ફેલ કરવા લોકોએ પ્રયત્ન કર્યા હતા. આગામી 2 થી 3 મહિનામાં 5000 ધમણ-3 વેન્ટિલેટર તૈયાર કરી સરકારને આપવામાં આવશે. હાલ 1200 જેટલા ધમણ-1 ભારતમાં કાર્યરત છે. મેક્સિકો અને બ્રાઝિલમાં પણ ધમણ વેન્ટિલેટરને એક્સપોર્ટ કરવામાં આવશે. 

ગુજરાતના અન્ય મહત્વના સમાચાર :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news