રિયા ચક્રવર્તીના આ દાવાને Ankita Lokhandeએ નકાર્યો, ટ્વિટર પર કર્યો ખુલાસો

બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇડ મામલે સીબીઆઇની ટીમ સતત તપાસ કરી રહી છે અને આ મામલે ટીમ અત્યાર સુધીમાં ઘણા લોકોની પૂછપરછ કરી છે.

રિયા ચક્રવર્તીના આ દાવાને Ankita Lokhandeએ નકાર્યો, ટ્વિટર પર કર્યો ખુલાસો

નવી દિલ્હી: બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇડ મામલે સીબીઆઇની ટીમ સતત તપાસ કરી રહી છે અને આ મામલે ટીમ અત્યાર સુધીમાં ઘણા લોકોની પૂછપરછ કરી છે. આ વચ્ચે એક ન્યૂઝ ચેનલને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ ઇન્ટરવ્યૂ આપતા તેના પર લગાવવામાં આવેલા આરોપોને ખોટા ગણાવ્યા છે. ત્યારે સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે (Ankita Lokhande)એ રિયા ચક્રવર્તીના આ દાવાને નકાર્યો છે. જેમાં રિયાએ સુશાંતને માનસિક બીમાર હોવાનું જણાવ્યું હતું. અંકિતાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ કરતા લખ્યું, સુશાંતને ક્યારે માનસિક બીમાર નહોતી. સુશાંત ક્યારે મનોચિકિત્સક પાસે ગયો નથી. સુશાંત એકદમ સ્વસ્થ હતો.

— Ankita lokhande (@anky1912) August 27, 2020

અંકિતાએ ટ્વિટ કરી કર્યો ખુલાસો
અંકિતાએ કહ્યું, 23 ફેબ્રુઆરી 2016 સુધી, શરૂઆતથી અંત સુધી જ્યારે હું અને સુશાંત સાથે હતા, ત્યારે તેને કોઇ ડિપ્રેશન ન હતુ અને તને ક્યારે ડોક્ટરનો સંપર્ક કર્યો નહતો. તે સંપૂર્ણ રીતે સ્વસ્થ હતો. મેં ક્યારે પણ એવું નથી કીધુ કે બ્રેકઅપ બાદ હું અને સુશાંત સંપર્કમાં હતા. વાસ્તવિકતા એ છે કે, મેં એમ કીધું કે ફિલ્મ મણિકર્ણિકાની શૂટિંગ દરમિયાન સુશાંતે મારી ફિલ્મના એક પોસ્ટર પર કોમેન્ટ કરતા મને અભિનંદન પાઠવ્યા હતા. જેને મારા મિત્રોએ શેર કર્યું હતું. મેં માત્ર તેનો જવાબ આપ્યો હતો. હું રિયાના દાવાને નકારું છું કે મેં અને સુશાંતે ફોન પર વાત કરી હતી.

— Kangana Ranaut (@KanganaTeam) August 27, 2020

કંગનાએ પણ રિયા પર સાધ્યું નિશાન
તમને જણાવી દઇએ કે, અંકિતાની આ ટ્વિટને રીટ્વિટ કરતા કંગનાએ પણ રીયા પર નિશાન સાધ્યું છે. કંગનાએ ટ્વિટર પર લખ્યું, રિયાની સાથે ડેટ કરવાથી પહેલા સુશાંતને કોઇ માનસિક બીમારીનો ઇતિહાસ નથી. માનસિક બીમારીનું કાવતરું યૂરોપની યાત્રા દરમિયાન શરૂ થયું. ત્યારે, રિયાએ એક ટીવી ઇન્ટરવ્યૂ બાદ સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ તેના પર નિશાન સાધ્યું છે. શ્વેતાએ કહ્યું, તારામાં એટલી હિમ્મત છે કે, મીડિયામાં મારા ભાઈના મોત બાદ તેની પવિત્ર છબી ખરાબ કરે. તને શું લાગે છે ભગવાન નથી જોતો તે શું કર્યું છે. સુશાંતની બહેન શ્વેતા કીર્તિ સિંહએ રિયાની ધરપકડની માગ કરતા ટ્વિટ કર્યું. તેણે લખ્યું, 'કાશ મારો ભાઈ તે છોકરીને ન મળત. તેની મરજી વગર તેને ડ્રગ્સ આપવું અને પછી તેને વિશ્વાસ અપાવો કે તું બીમાર છે અને પછી તેને ચિકિત્સક પાસે લઈ જવો. કયા સ્તરની આ હેરાફેરી છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news