રાજકોટ: સફાઇ કર્મચારીએ 15 વર્ષના દિવ્યાંગ સાથે આચર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય
રાજકોટ દિવસે અને દિવસે ગુનાખોરીનુ પ્રમાણ વધતુ જઈ રહ્યુ છે. ત્યારે રાજકોટને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. 15 વર્ષના દિવ્યાંગ બાળક સાથે સફાઈ કામદારે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યુ છે. ત્યારે પોલીસે ગણતરીની કલાકોમા જ સફાઈ કામદારની ધરપકડ કરી તેને જેલના સળીયા ગણાવતો કરી દીધો છે.
Trending Photos
સત્યમ હંસોરા/રાજકોટ: રાજકોટ દિવસે અને દિવસે ગુનાખોરીનુ પ્રમાણ વધતુ જઈ રહ્યુ છે. ત્યારે રાજકોટને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. 15 વર્ષના દિવ્યાંગ બાળક સાથે સફાઈ કામદારે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યુ છે. ત્યારે પોલીસે ગણતરીની કલાકોમા જ સફાઈ કામદારની ધરપકડ કરી તેને જેલના સળીયા ગણાવતો કરી દીધો છે.
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા પંડીત દિનદયાળ આવાસ યોજનામા સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યાની ફરિયાદ મળી હતી. પોલીસને મળેલ ફરિયાદ અનુસાર શિક્ષિકા શાળામાં હતી, ત્યારે તેના દિવ્યાંગ પુત્રને પાડોશીની દેખરેખમા મુકીને ગયા હતા. ત્યારે પાડોશીને બહાર જવાનુ થતા તેને દિવ્યાંગ બાળકને આવાસ યોજનાના પટાગણમા રમવા મુક્યો હતો. આ સમયે આવાસ યોજનામા કામ કરતો વિજય મકવાણા નામના શખ્સે દિવ્યાંગ બાળક સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.
શાળાએથી ઘરે આવ્યા બાદ પોતાના દિવ્યાંગ બાળકના હાલ જોઈ શિક્ષિકા માતાને કંઈક અજુગતુ થયાનુ વર્તાઈ આવ્યુ હતુ. ત્યારે પોતાના પુત્રને વિશ્વાસમાં લઈ પુછતા સમગ્ર હકિક્ત સામે આવી હતી. આપણા સમાજમા ક્ષતિગ્રસ્ત લોકો કે બાળકોને દિવ્યાંગ શબ્દથી સંબોધી તેમને સન્માન આપવામા આવી રહ્યુ છે. તો બિજી તરફ નરાધમીઓ પોતાની હવસનો શિકાર આ પ્રકારના દિવ્યાંગોને બનાવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે