રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આ રોગનો ખતરો મંડરાયો! કોરોનાની જેમ તહેવારોમાં વધારી શકે છે ચિંતા

Gujarat Swine flu outbreak: વરસાદી ઋતુ અને મિશ્ર ઋતુને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાયરલ વાયરો ફરી વળ્યો છે. જેમાં મુખ્યત્વે તાવ, ગળું બળવું, માથું દુઃખવું જેવા લક્ષણો હોય તો તાત્કાલિક દવાખાને પહોંચી જજો.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આ રોગનો ખતરો મંડરાયો! કોરોનાની જેમ તહેવારોમાં વધારી શકે છે ચિંતા

ગૌરવ દવે/રાજકોટ: ચોમાસાની સીઝનમાં સ્વાભાવિક પણે પાણીજન્ય રોગચાળામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં અગાઉ પણ તહેવારો બાદ કોરોનાની બીજી લહેરે માઝા મૂકી હતી. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના બાદ સ્વાઇન ફલૂનો ફંફાળો જોવા મળી રહ્યો છે. ગઈકાલે (શનિવાર) રાજકોટમાં સ્વાઇન ફલૂથી 1 અને કોરોનાથી 1 વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. 

વરસાદી ઋતુ અને મિશ્ર ઋતુને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાયરલ વાયરો ફરી વળ્યો છે. જેમાં મુખ્યત્વે તાવ, ગળું બળવું, માથું દુઃખવું જેવા લક્ષણો હોય તો તાત્કાલિક દવાખાને પહોંચી જજો, કારણ કે આ સ્વાઇન ફ્લૂના લક્ષણો છે. એટલું જ નહીં, છીંક અને ઉધરસને કારણે સ્વાઇન ફલૂ વધુ ફેલાઈ છે. સ્વાઈન ફ્લૂ 5 વર્ષ કરતા નાના બાળકો, 65 વર્ષ કરતા મોટા વૃદ્ધો તેમજ સગર્ભા મહિલાઓને થવાની શકયતા વધારે રહેલી છે.

ડોક્ટરો પણ હવે રાજ્યમાં આગામી સમયમાં તહેવારોની સીઝન ચાલું થવાના કારણે નાગરિકોને ચેતવી રહ્યા છે. ડોક્ટરો તહેવારના દિવસોમાં બહારનું ખાવાનું ટાળવું અને ઠંડા પીણાં અને ગરમ પાણી પીવાનું રાખવાનું જણાવી રહ્યા છે. જાણીતા ડોક્ટર પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, શનિવારે એક વ્યક્તિનું સ્વાઇન ફલૂથી મોત થયું છે. એટલું જ નહીં, હાલમાં કોરોનાની સાથે સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થયો હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું. એટલે કોઈ વ્યક્તિને સ્વાઇન ફ્લૂના લક્ષણો જણાય તેવા લોકોને આઇસોલેટ રહેવા અપીલ કરી છે.

સ્વાઈન ફ્લૂના લક્ષણો
- તાવ
- ગળું બળવું
- માથું દુઃખવું 
- છીંક અને ઉધરસ

સ્વાઈન ફ્લૂથી બચવાના ઉપાયો
- બહારનું ખાવાનું ટાળવું 
- ઠંડા પીણાં પીવાનું ટાળો
- ગરમ પાણી પીવાનું રાખવું 

ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી જેવા તહેવારો આવી રહ્યા છે. ત્યારે રોગચાળો વધુ વકરી શકે તેવી પણ શક્યતાઓ સેવામાં આવી રહી છે. એમાં પણ જ્યારે સ્વાઈન ફ્લૂ અને કોરોના જેવા રોગો ઝડપથી ફેલાતા હોય છે ત્યારે આગામી તહેવારોમાં જ્યારે લોકોના મેળાવડા જામે ત્યારે આવા રોગચાળામાં  ઉછાળો આવે તેવું તબીબોનું માનવું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news