આગામી ત્રણ કલાકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડશે; આ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
Gujarat Monsoon 2023: સુરત અને નવસારીમાં હળ વાથી મધ્યમ વરસાદની આગાહી. બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ પંચમહાલ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ડાંગ તાપી સુરેન્દ્રનગર જુનાગઢ ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
Trending Photos
Gujarat Monsoon 2023: ગુજરાતના અમુક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે, તો થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે આગામી ત્રણ કલાક કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ સાબરકાંઠા, દાહોદ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર અને બોટાદમાં 40 કિ.મીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરત અને નવસારીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદનો અનુમાન છે.
આજે અમરેલી, બોટાદ, રાજકોટ, અરવલ્લી અને અંબાજીમાં વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સાવરકુંડલા,ખાંભા અને જાફરાબાદ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ઝીંઝુડા, પીટવડી, મેવાસા, સેંજળ, જીરા, લુવારા, દોલતી, બારમણ, ચોતરા અને ભૂંડણી સહિતના ગામમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજકોટના જસદણના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો. આટકોટ અને જસાપર ગામે એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો.
આટકોટ, પાંચવાડા, જીવાપર અને દોલતપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા બફારાથી રાહત મળી. બોટાદના ગઢડામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો. લાખણકા, ઢસા, પાટણા અને પીપરડી સહિતના ગામમાં મેઘરાજા મહેરબાન થયા. ધોધમાર વરસાદથી રસ્તા પરથી પાણી વહ્યા. અરવલ્લીના ભિલોડમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. લીલછા, ખલવાડ અને માંકરોડામાં ધોધમાર વરસાદ વરસ્યો. ચોમાસાની વિદાય વચ્ચે અરવલ્લીમાં મેઘરાજાએ જમાવટ કરી.
ત્રણ કલાકને લઈને વરસાદની આગાહી
હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કરીને વરસાદની આગાહી કરી છે. થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરી છે. 40 કિલોમીટરની ગતિએ પવન ફુંકાઈ શકે છે. સાબરકાંઠા દાહોદ વલસાડ દમણ દાદરા નગર હવેલી અમરેલી ભાવનગર અને બોટાદમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે સુરત અને નવસારીમાં હળ વાથી મધ્યમ વરસાદની આગાહી. બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ પંચમહાલ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ડાંગ તાપી સુરેન્દ્રનગર જુનાગઢ ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત
અમરેલી શહેર બાદ ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ધારીના ચલાલા હૂડલી, જર, મોરજર, છતડીયા સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં ફરી જામ્યો વરસાદી માહોલ, બોટાદમાં મેઘ મહેર
આજે ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. ગઢડા શહેરમાં કાળા ડિબાગ વાદળો વચ્ચે વિજળીના જોરદાર કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરમાં કાળા ડિબાંગ વાદળોથી ધોળા દિવસે રાત જેવો માહોલ સર્જાયો છે. ગઢડા તાલુકાના લાખણકા, ઢસા, પાટણા, પીપરડી, રસનાળ, માલપરા, ભંડારીયા, પડવદર, સમઢીયાળા, ગુદાળા, રણીયાળા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
શહેરમાં ધોધમાર વરસાદ પડતા બોટાદના ઝાંપે, જીનનાકા, મઘરપાટ, પોલીસ સ્ટેશન રોડ, બસ સ્ટેશન રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા છે. વરસાદ પડતાં શહેરમા અને ગ્રામ્ય વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે