બનાસકાંઠાઃ થરાદમાં વાતાવરણમાં પલટો, શરૂ થયો કમોસમી વરસાદ

રાજ્યમાં પહેલા ક્યાર વાવાઝોડા અને હવે મહા વાવાઝોડાની આગાહીને કારણે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. આ વરસાદને કારણે ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 

બનાસકાંઠાઃ થરાદમાં વાતાવરણમાં પલટો, શરૂ થયો કમોસમી વરસાદ

બનાસકાંઠાઃ રાજ્યમાં દિવાળી બાદ પણ વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ખેડૂતો કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થતાં મુશ્કેલીમાં મુકાય ગયા છે. પહેલા કયાર વાવાઝોડાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવે 'મહા' વાવાઝોડાને કારણે વરસાદની આગાણી પણ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. થરાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. આ કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે. 

પ્રાપ્ત વિગત અનુસાર બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ શરૂ થયો હતો. આ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકનું ધોવાણ થઈ રહ્યું છે. પહેલા ક્યાર અને વહા મહા વાવાઝોડાને કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. 

શું છે ગુજરાતની માથે વાવાઝોડાની આફત
ગુજરાત પર ફરી વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરવામાં આવી રહી છે. સાઈક્લોન 'મહા' વાવાઝોડા અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. આ વાવાઝોડું સીવીયર સાયકલોન બની રહ્યું છે . 6 થી 7 નવેમ્બર સુધીમાં તે ગુજરાત કિનારે ટકરાઈ શકે છે.  વેરાવળ, ગીર સોમનાથ જિલ્લા, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના જીલાઓમાં વ્યાપક અસર દેખાઈ શકે છે. જો કે આ વાવાઝોડું આવનારા દિવસોમાં ઓમાન તરફ પણ ફંટાઈ શકે છે અને કદાચ તેની તિવ્રતા, દિશા, ગતિમાં ફેરફાર થઈ શકે છે. 

મળતી માહિતી મુજબ 6 તારીખે સવારે પવનની ગતિ 60 થી 70 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 7 તારીખે પવનની ગતિ 70 થી 80 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે . 7 તારીખે પણ ગુજરાત ના દક્ષિણ ભાગમાં (સૌરાષ્ટ્ર) માં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે આ દિવસો દરમ્યાન છૂટો છવાયો વરસાદ રાજ્યમાં વરસી શકે છે. કમોસમી વરસાદ થવાથી ખેડૂતો માથે વધુ નુકસાનીના વાદળોરૂપી સંકટ તોળાઇ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news