દેશમાં એક વ્યક્તિ માટે જે મતદાન મથક બનતું હતું તે મતદારનું નિધન

રાજ્યમાં ગીરના બાણેજ વિસ્તારમાં બાણેશ્વર મંદિરના મહંત ભરતદાસજી બાપુ માટે ચૂંટણી પંચ દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મતદાન મથક ઉભું કરવામાં આવતું હતું. 

દેશમાં એક વ્યક્તિ માટે જે મતદાન મથક બનતું હતું તે મતદારનું નિધન

ગીર સોમનાથઃ ગુજરાતમાં જ્યારે પણ કોઈ ચૂંટણી આવે ત્યારે એક વ્યક્તિ જરૂર ચર્ચામાં આવતા હોય છે. જી, હાં, આપણે વાત કરી રહ્યાં છીએ ગીરના જંગલમાં આવેલા બાણેશ્વર મંદિરના મહંતની. તેણો આ વિસ્તારના એકમાત્ર મતદાતા હતા. તેમના માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા કરતું હતું. આ બુથ પર દર વખતે 100 ટકા મતદાન થતું હતું. આ મહંત ચૂંટણીમાં મતદાન કરવા માટે પણ લોકોને પ્રેરિત કરતા હતા. 

બાણેજ ગીરના મહંત ભરતદાસજી બાપુનું આજે નિધન થયું છે. તેમની ઉંમર 68 વર્ષની હતી. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. ભરતદાસજી બાપુને કિડનીની બિમારી હતી અને તેઓ છેલ્લા એક મહિનાથી રાજકોટમાં સારવાર લઈ રહ્યાં હતા. તેઓ પોતાના એક મતમાટે દેશભરમાં જાણીતા બન્યા હતા. આવતીકાલે ભરતદાસજી બાપુના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

પ્રાપ્ત વિગત અનુસાર  ભરતદાસજી બાપુએ આજે બપોરે 3 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે પણ રાજ્યમાં ચૂંટણી આવે ત્યારે તેઓ ચર્ચામાં આવતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની મનકી બાત કાર્યક્રમમાં ભરતદાસ બાપુના નામનો ઉલ્લેખ કર્યો હતો. ભરતદાસ બાપુ કહેતા હતા કે મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે. તેઓ મતદાનને લઈને હંમેશા લોકોને પ્રેરણા આપતા હતા. 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news