મેઘરાજાની પધરામણીઃ રાજ્યના અનેક જિલ્લામાં પવન સાથે વરસાદ, ગોંડલમાં હોર્ડિંગ પડતા એકનું મોત
આજે પણ રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. રાજકોટ, ભાવનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, કચ્છ સહિત અનેક જગ્યાએ વરસાદનું આગમન શરૂ થયું હતું.
Trending Photos
અમદાવાદઃ મહારાષ્ટ્રમાં આવેલા નિસર્ગ વાવાઝોડા બાદ રાજ્યમાં વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે. ગઈકાલ બાદ આજે પણ રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. રાજકોટ, ભાવનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, કચ્છ સહિત અનેક જગ્યાએ વરસાદનું આગમન શરૂ થયું હતું. રાજકોટ જિલ્લાના ગોંડલમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં એક હોર્ડિંગ પડી ગયું હતું. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
અરવલ્લી જિલ્લામાં વરસાદ
આજે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ મેઘરજ તાલુકાના ગામડાઓમાં વરસાદ શરૂ થયો હતો. તો ભેમાપુર, મોટી મોયડી પંથકમાં પણ પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો.
મહીસાગરમાં પણ વરસાદનું આગમન
અસહ્ય ગરમી બાદ મહીસાગર જિલ્લામાં સવારથી વાતાવરણ પલટાયું હતું. ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો. લુણાવાડા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તો પવનને કારણે ખેડૂતોને પાકમાં નુકસાન જવાની પણ ભીતી સેવાઇ રહી છે.
‘કોંગ્રેસ એક નેતા જાહેર કરે તો સારું, બે મોટા નેતાઓ વચ્ચે ભાજપના ત્રણેય નેતાઓ જીતી ગયા’
સાબરકાંઠા જિલ્લામાં આકાશમાં કાળા વાદળો છવાયા હતા. ત્યારબાદ વિજયનગર, હલેટા, દઢવાવ, કોડિયાવાડા વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. તો અમરેલી જિલ્લાના રાજુલામાં અને ભાવનગર જિલ્લામાં પણ અનેક જગ્યાએ વરસાદનું આગમન થયું હતું. પંચમહાલ જિલ્લામાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે.
રાજકોટના ગોંડલ પંથકમાં ભારે વરસાદ
ગોંડલ પંથકના ભરૂડીમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અહીં પવનને લીધે વીજળી પણ ગુલ થઈ હતી. તો ગોંડલ શહેરમાં પણ ભારે પવન સાથે વરસાદ આવતા મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઇ હતી. ગોંડલ પંથકમાં 20 મિનિટમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં પણ વરસાદનું આગમન થયું છે.
જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અહીં આણંદપર, ફગાસ, નવાગામ, ભંગડા સહિત અનેક ગામડાઓમાં વરસાદ આવ્યો છે. એક કલાકમાં આશરે અડધો ઇંચ વરસાદ ખાબક્યો છે. કાલાવડ પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે