Wow! 8 જૂનથી ખુલી રહ્યા છે રેસ્ટોરેન્ટ્સ અને મોલ્સ, પરંતુ આ કડક નિયમોને પહેલાં જાણી લો
અનલોક (Unlock 1.0)માં તમારા માટે તમામ ચીજ વસ્તુઓ ધીમે-ધીમે ખુલવા લાગી છે. એવામાં આગામી વિકએન્ડથી તમારા મનપસંદ શોપિંગ મોલ્સના દરવાજા ફરીથી ખુલી જશે.
Trending Photos
નવી દિલ્હી: અનલોક (Unlock 1.0)માં તમારા માટે તમામ ચીજ વસ્તુઓ ધીમે-ધીમે ખુલવા લાગી છે. એવામાં આગામી વિકએન્ડથી તમારા મનપસંદ શોપિંગ મોલ્સના દરવાજા ફરીથી ખુલી જશે. સાથે તમે તમારા ફેવરિટ રેસ્ટોરેન્ટમાં ભોજનની મજા માણી શકશો. કેન્દ્ર સરકારે 8 જૂનથી શરતો સાથે રેસ્ટોરેન્ટ્સ (Restaurants) અને મોલ્સ (Malls) ખોલવાની પરવાનગી આપી છે.
પરંતુ કરવું પડશે આ નિયમોનું પાલન
ગૃહ મંત્રાલ્ય અનલોક-1ની જાહેરાતમાં મોલ અને રેસ્ટોરેન્ટ ખોલવા માટે નવી ગાઇડલાઇન બનાવી છે. કંટેન્ટમેન્ટ ઝોનને છોડીને બાકીના ભાગમાં 8 જૂનથી મોલ, ધાર્મિક સ્થળ, હોસ્પિટાલિટી સેક્ટર અને રેસ્ટોરેન્ટ ખુલી શકશે. જોકે આ દરમિયાન સોશિયલ ડિસ્ટેસિંગ જેવા નિયમોનું પાલન કરવું જરૂરી છે.
મોલ્સની અંતર રહેશે આ નિયમ
જાણકારોનું કહેવું છે કે મોલની અંદર સુરક્ષિત ખરીદી માટે લોકોને આરોગ્ય સેતુ એપ રાખવી અનિવાર્ય કરી દીધી છે. તમામ ગ્રાહકો અને દુકાનદારોને આ મોબાઇલમાં રાખવી જરૂરી રહેશે. આ ઉપરાંત મોલ્સમાં પ્રવેશ દરમિયાન તમામ લોકોનું થર્મલ સ્કિનિંગ અનિવાર્ય રહેશે. લિફ્ટમાં એકવારમાં ફક્ત 3 લોકો જ ઉપયોગ કરી શકશે. સાથે બે લોકો વચ્ચે 3 સીડીઓનો ગેપ રાખવો પડશે.
ગ્રીન, રેડ અને ઓરેન્જ કેટેગરી ખતમ
ગાઇડલાઇન અનુસાર, લોકડાઉન 5.0 ત્રણ તબક્કામાં હશે. ગ્રીન, રેડ અને ઓરેન્જ ઝોનની કેટેગરી ખતમ કરીને ફક્ત એક ઝોન રહેશે. એટલે કે કંન્ટેનમેન્ટ ઝોન. રાત્રે કરફ્યૂના સમયની સમીક્ષા થશે. આખા દેશમાં હવે રાત્રે નવ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી લોકોને હરવા-ફરવા પર પ્રતિબંધ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે