પહેલા નોરતે જ આવી ગયો વરસાદ, ખેલૈયા અને ગરબા આયોજકો ચિંતામાં મૂકાયા

ગુજરાતમાં પહેલા નોરતે જ વરસાદની પધરામણી થઈ છે અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્રભરમાં પહેલા નોરતે વરસાદી ઝાપટા પડતા ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મૂકાઈ ગયા છે. આજે પહેલા નોરતે ગરબા થશે કે નહીં તે અંગે સવાલો ઉભા થયા છે. આજે સવારથી જ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં જામ્યો વરસાદી માહોલ છે. તો ઉનામાં  માત્ર અડધા કલાકમાં જ 1 ઇંચ ખાબક્યો છે. નવરાત્રિમાં  વરસાદી માહોલ જામતા ગરબાના આયોજક ચિંતામાં મૂકાયા છે. 

પહેલા નોરતે જ આવી ગયો વરસાદ, ખેલૈયા અને ગરબા આયોજકો ચિંતામાં મૂકાયા

અમદાવાદ :ગુજરાતમાં પહેલા નોરતે જ વરસાદની પધરામણી થઈ છે અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્રભરમાં પહેલા નોરતે વરસાદી ઝાપટા પડતા ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મૂકાઈ ગયા છે. આજે પહેલા નોરતે ગરબા થશે કે નહીં તે અંગે સવાલો ઉભા થયા છે. આજે સવારથી જ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં જામ્યો વરસાદી માહોલ છે. તો ઉનામાં  માત્ર અડધા કલાકમાં જ 1 ઇંચ ખાબક્યો છે. નવરાત્રિમાં  વરસાદી માહોલ જામતા ગરબાના આયોજક ચિંતામાં મૂકાયા છે. 

આજે સૌરાષ્ટ્રમાં તૂટી પડ્યો વરસાદ
વરસાદની આગાહી અને નવરાત્રિના પહેલા નોરતા વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ તૂટી પડ્યો છે. અમરેલી જિલ્લામાં ખાંભા ગીર પંથકના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ખાંભા શહેર તથા ગામ, ધુંધવાણા, ડેડાણ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. તો ઉનામાં નવરાત્રિના પ્રથમ દિવસે સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. માત્ર અડધા કલાકમાં 1 ઇંચ આસપાસનો વરસાદ વરસ્યો છે. 

નવરાત્રિમાં વરસાદની આગાહી 
28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે નવરાત્રિ દરમિયાન વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે ઝી 24 કલાકને જણાવ્યું કે, તારીખ 8 ઓક્ટોબરથી 13 ઓક્ટોમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા છે. આ ચક્રવાતના લીધે ગુજરાતનું હવામાન પણ પલટાઈ શકે. જેની અસર હાલ દેખાશે. ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે કોઈપણ ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. ચોમાસાના આ અંતિમ પડાવમાં અનેક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. નવરાત્રિમાં તારીખ 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં આ દિવસોમાં દરિયા કિનારાના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ થોડું વધુ રહેશે. તેમજ ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટાની શક્યતા છે. 5 મી ઓક્ટોબર સુધીમાં દરિયામાં પવનોનું જોર વધુ રહેશે. અને 8 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભી થશે. જેમાં ચક્રવાત થવાની પણ શક્યતા રહેશે. આ સીઝનનું પ્રથમ ચક્રવાત બની શકે છે. જેના લીધે દેશના દક્ષિણી પૂર્વીય તટ પર ભારે વરસાદની શકતા રહેશે. ત્યારે આ દિવસોમાં નવરાત્રિના છેલ્લા નોરતા છે, જેની અસર નવરાત્રિ પર પડી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news