આયો ખુશીના દ'હાડો! ગુજરાતમાં પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર, વિસ્તૃત નોટિફિકેશન જાહેર

Gujarat Police Bharti: રાજ્યમાં પોલીસ ભરતીને લઈને મોટી અપડેટ મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી રાહ જોતા ઉમેદવારો માટે 8 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થઈ શકે છે. અંદાજે બે મહિના સુધી શારીરિક કસોટીની પ્રક્રિયા ચાલશે.

આયો ખુશીના દ'હાડો! ગુજરાતમાં પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર, વિસ્તૃત નોટિફિકેશન જાહેર

Gujarat Police Recruitment 2024: પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે નવું વર્ષ સારું રહેનાર છે. 8 જાન્યુઆરીથી શારિરીક કસોટી શરુ થઇ શકે છે. જી હા...અંદાજે બે મહિના શારિરીક કસોટી ચાલશે. ભરતી બોર્ડ દ્વારા જે તે જિલ્લામા મેદાન તૈયાર કરવાં માટે અત્યારથી સુચના આપી દેવામાં આવી છે. ભરતી બોર્ડ ઝડપથી જ તારીખની જાહેરાત કરશે. PSI અને લોકરક્ષક માટે હાલ શારીરિક કસોટી યોજવાની છે. સોશિયલ મીડિયા પર પોલીસ ગ્રાઉન્ડની વિગતોની માહિતી ફરતી થઇ હતી. 

મહત્વનું છે કે ભરતી બોર્ડ દ્વારા જે તે જિલ્લામા મેદાન તૈયાર કરવાં માટે કહેવામાં આવ્યું છે તેમાં અમદાવાદ શહેર, વડોદરા શહેર, રાજકોટ શહેર, પોલીસ તાલીમ શાળા વડોદરા, પોલીસ તાલીમ મહાવિદ્યાલય જુનાગઢ, ગાંધીનગર, મહેસાણા, સાબકકાંઠા, ભરૂચ, જામનગર, સીઆરપીએફ અમદાવાદ, સીઆરપીએફ ગોધરા, સીઆરપીએફ નડિયાદ, સીઆરપીએફ ગોંડલ અને સીઆરપીએફ સુરતના ગ્રાઉન્ડના નોડલ અધિકારી અને તેમની વિગતો આપવામાં આવી છે.

12 હજાર પોલીસની ભરતી થશે
ગુજરાત પોલીસમાં આગામી સમયમાં 12,000 નવી ભરતી થશે. જેમાં નવા 597 PSIની ભરતી કરવામાં આવશે. જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી કરાશે. જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, તો SRPની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે. 

રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ભરતીની જાહેરાત કરાશે. નોટીફિકેશન બાદ પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરશે. ફાસ્ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

ગુજરાતગુજરાત પોલીસ ભરતીપોલીસ ભરતીશારીરિક કસોટીપોલીસ ભરતી બોર્ડહસમુખ પટેલgujaratGujarat Police RecruitmentPolice Recruitmentphysical testPolice Recruitment BoardHasmukh Patelગુજરાતી ન્યૂઝગુજરાતી સમાચારગુજરાત સમાચારVTV ગુજરાતીલેટેસ્ટ ગુજરાતી સમાચારGujarati Newsgujarati samachargujarat newslatest gujarati newsગુજરાત પોલીસ દળની પરીક્ષાGujarat Police Force ExamGujarat Police Force Recruitmentગુજરાત પોલીસની ભરતીGujarati NewsAhmedabadGujarat high courtimportant newspolicemen of Gujarathigh courtGujarat GovtOrder to fill vacancyપોલીસકર્મીપોલીસકર્મીને લઈ મહત્વના સમાચારગુજરાત હાઇકોર્ટપોલીસ ભરતી અંગે સરકારને આદેશકેટલા પોલીસકર્મીઓની ભરતી કરી?હાઇકોર્ટનો આદેશપોલીસકર્મીઓ મુ્દે હાઈકોર્ટે લીધો સુઓમોટોPolice Recruitmentyear 2023new recruitmentPoliceplannedgujarat governmentવર્ષ 2023વર્ષ 2023માં પોલીસમાં નવી ભરતી12થી 13 હજાર જગ્યાઓ માટે ભરતીગૃહમંત્રીની સૂચના

Trending news