'જે ગઈકાલે ફઝલ દાદા બનતો હતો, આજે જોડી રહ્યો છે હાથ', રખિયાલમાં સડકછાપ ટપોરીને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન!

અમદાવાદમાં બેફામ બનેલા અસામાજિક તત્વો પર પોલીસે મોટું એક્શન લીધું છે. તલવાર સાથે નીકળેલા આરોપીઓને અમદાવાદ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. આરોપીઓનું સરઘસ કાઢીને શાન ઠેકાણે લાવી છે.

'જે ગઈકાલે ફઝલ દાદા બનતો હતો, આજે જોડી રહ્યો છે હાથ', રખિયાલમાં સડકછાપ ટપોરીને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન!

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદના રખિયાલમાં ગુંડાગર્દી કરનારા તત્વોની પોલીસે હવે શાન ઠેકાણે લાવી લીધી છે. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આરોપીઓને રખિયાલમાં દાદાગીરી કરવી ભારે પડી ગઈ છે. જે આરોપીઓ ખુલ્લેઆમ તલવાર લઈને દાદાગીરી કરતા હતા તેઓની ગુજરાત પોલીસે ગુંડાઓની બધી જ દાદાગીરી કાઢી નાંખી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આરોપીઓ જનતા પાસે માફી માગી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રખિયાલ અને બાપુનગરમાં અસમાજિક તત્વો દ્વારા આતંક મચાવવા કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આજે વધુ બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. 

રખિયાલવાળી ઘટનામાં ગુંડાગીરી કરના  ફઝલ શેખની બધી દાદાગીરી પોલીસે કાઢી નાખી છે. જે ગઈકાલે ફઝલ દાદા બનતો હતો આજે હાથ જોડી રહ્યો છે. સમીર શેખ, ફઝલ શેખ જનતાની માફી માગી રહ્યા છે. અલ્તાફ શેખ, મહેફૂઝ મિંયા જનતાની માફી માગી રહ્યા છે. અમદાવાદના ગુનેગારો પર અમદાવાદ શહેર પોલીસે કાયદાનો પાઠ ભણવાની શરૂઆત કરી દીધી છે. વિસ્તારમાં દાદા થઈ ને ફરતા ગુનેગારોના એક બાદ એક સરઘસ કાઢવાની શરૂઆત કરી દીધી છે ત્યારે અમદાવાદના શાહિબાગમાં જાહેરમાં નશો કરીને તલવાર લઈને ફરતા શખ્સોની શાહિબાગ પોલીસે થોડીક જ મિનિટો એટલે કે 3થી 4 મિનિટ માં આરોપીઓની ધરપકડ કરીને કાયદેસર ની કાર્યવાહી કરી હતી. 

આ બનાવની વાત કરીએ તો ગત ગુરુવારે અસારવા બ્રિજ નીચે કૂબેરપૂરા ભીલવાસ પાસે રીઢા ગુનેગારો વિશાલ ઢુંઢીયા, સુરેશ ભીલ અને સમીર દ્વારા હાથમાં હથીયાર રાખીને લોકોને ધમકાવી રહ્યા હતા ત્યારે સ્થાનિક લોકો એ પોલીસ કંટ્રોલ માં જાણ કરતા ની સાથે જ શાહિબાગ પોલીસ ની ટીમ 4 મિનિટ માં ઘટના સ્થળ પર પોહચી ગઈ હતી અને ત્રણ આરોપી ની ધરપકડ કરી લીધી હતી ત્યારે આરોપી ની પૂછ પરછ કરતા જાણવા મળ્યું હતું કે વિસ્તાર માં પોતાનો ખૌફ જમાવવા માટેથી આવો ગુનો કર્યો હતો ત્યારે તમામ આરોપીઓ નો ગુનાહિત ઇતિહાસ પણ છે

શું બની હતી સમગ્ર ઘટના?
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં બુધવારે રાતે 6 જેટલા અસામાજિક તત્વો રોડ ઉપર અંગત અદાવતમાં હથિયાર લઈને આવી ગયા હતા મળતી માહિતી પ્રમાણે હત્યા ના કેસના એક આરોપી ને શોધવા માટે આવ્યા હતા પરંતુ તે નહિ મળતા તેના ભાઈ ઉપર હુમલો કર્યો અને રોડ ઉપર આતંક મચાવી. કંટ્રોલમાં રખિયાલ કેસમાં ફરિયાદીયે ફોન કરતા 2 પોલીસની ગાડીઓ આવી ગઈ હતી, પરંતુ ફરિયાદી ભાગીને બાપુનગર તરફ જતો રહેલ જેથી પોલીસની ગાડીઓ પણ બાપુનગર પહોંચી હતી.

મહત્વ નું છે કે જ્યારે પોલીસ આરોપીઓ સુધી ગઈ ત્યારે મુખ્ય આરોપી ફઝલ એ પોલીસ ઉપર હુમલો કરી આ મારો વિસ્તાર છે અહીંયા થી જતા રહેવા માટે કહેતા પોલીસ ની ગાડી ઓ નીકળી ગઈ હતી..જેથી રખિયાલ ની 2 ગાડી ની બેદરકારી ને લઇ 2 પોલીસ કર્મીઓ ને સસ્પેન્ડ કરવાની કામગીરી કરવામાં આવી છે..આરોપીઓ ત્યાર બાદ ફરાર થઈ ગયેલા..જોકે વીડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થતાં રખિયાલ અને બાપુનગર માં 2 અલગ ફરિયાદ લેવામાં આવી છે.

નોંધનીય છે કે ફઝલ રાતે ફરાર થયા બાદ રામોલ માં ભાગી ગયેલ અને ત્યાં પણ તેને કેટલાક લોકો ને છરી બતાવી હતી ત્યાર બાદ જેને છરી બતાવી હતી તે લોકો તેને મારવા માટે શોધી રહ્યા હતા એવામાં ફઝલ પકડાઈ જતા તેની ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે અને તેજ સમય pcb પણ ત્યાં આવી ગઈ અને ફઝલ ને પકડી પાડેલ છે..નોંધનીય છે કે આરોપીઓ નો ગુનાહિત ઇતિહાસ છે અને અગાઉ પણ પોલીસ ઉપર હુમલો કરી ચૂક્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news