અજગરના ગળામાં ફસાયો શ્વાન, નીચે ગળવુ પણ મુશ્કેલ બન્યું, જુઓ રસપ્રદ શિકારનો વીડિયો
Hunting Video : અજગર શ્વાનનો શિકાર કરતા ભૂલી ગયો કે તેનુ કદ ખૂબ નાનુ છે. શ્વાનનું કદ ખૂબ મોટું હોવાથી અજગર તેને આખો ગળી ન શક્યો. જેના કારણે શ્વાન તેના ગળામાં ફસાયો હતો
Trending Photos
કૌશલ જોશી/ગીર સોમનાથ :ગીરના જંગલમાં અજીબોગરીબ ઘટનાઓ બનતી રહે છે. ગીર જંગલમાંથી અનેકવાર ગીરના સાવજના વીડિયો આવતા રહે છે. પરંતુ પહેલીવાર એક અચરજભરી ઘટના સામે આવી છે. ગીરના જંગલમાં બનતી વિરલ ઘટનાઓ માની એક અજગરનો શિકાર કેમેરામાં કેદ થયો છે. અજગરે શ્વાનનો શિકાર કર્યો હતો, પરંતું શિકાર કર્યા બાદ અજગર માટે શ્વાનને ગળાથી નીચે ઉતારવું પણ મુશ્કેલ બન્યું. ત્યારે અજગરના રસપ્રદ શિકારનો વીડિયો સામે આવ્યો છે.
સવની ગામે શિકાર કરતો અજગર કેમેરામાં કેદ થયો છે. 15 થી 16 ફૂટ લાંબા મહાકાય અજગરે એક શ્વાનને પોતાની દબોચમાં લીધો હતો. ત્યારે અજગર દ્વારા શ્વાનના શિકારનો અદભુત નજારો લોકોની સામે આવ્યો હતો. અજગર શ્વાનનો શિકાર કરતા ભૂલી ગયો કે તેનુ કદ ખૂબ નાનુ છે. શ્વાનનું કદ ખૂબ મોટું હોવાથી અજગર તેને આખો ગળી ન શક્યો. જેના કારણે શ્વાન તેના ગળામાં ફસાયો હતો. .
આ દ્રશ્ય સ્થાનિકોના ધ્યાનમાં આવતા તેઓએ સુત્રાપાડા વન વિભાગને માહિતી આપી હતી. સુત્રાપાડા વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને કુશળતાથી અજગરનું રેસ્ક્યૂ કર્યું હતું. શ્વાનને અજગરના મુખમાંથી બહાર કઢાયું હતું. કારણ કે તે કોઈની મદદ વગર અજગર પોતાની રીતે ફસાયેલા શ્વાનને બહાર કાઢી શકે એમ ન હતું. આમાં શ્વાનનું મૃત્યુ તો થયું હતું. જ્યારે વન વિભાગની મદદને કારણે અજગરનો જીવ બચ્યો હતો. સુત્રાપાડા વન વિભાગની સખત મહેનતે અજગરનો જીવ બચાવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે